સબા પટૌડીએ પિતા સૈફ અલી ખાન સાથે નાના પુત્રની તસ્વીર કરી શેર

બૉલીવુડની બેબો એટલ કે કરીના કપૂર ખાન અને એક્ટર સૈફ અલી ખાનના ઘરે ૨૧ ફેબ્રુઆરીના રોજ બીજી વાર કિલકારી ગુંજી ઉઠી હતી. કરીનાએ બીજા પુત્રને જન્મ આપ્યો હતો. ૨૧ માર્ચના રોજ કરીનાનો પુત્ર એક મહિનાનો થઇ ગયો છે. ત્યારે સબા પટૌડીએ ઇન્સ્ટાગ્રામ પર તેની એક તસ્વીર ફેન્સ સાથે શેર કરી છે.

સબા પટૌડીએ તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક જીઆઇએફ વિડિઓ શેર કરી છે. વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે તૈમૂર અલી ખાનનો નાનો ભાઈ એક મહિનાનો થઈ ગયો છે. આ સાથે ફોટોમાં કરીના અને સૈફ સાથે નાના મહેમાનો પણ જોવા મળી રહૃાા છે. જો કે, વિડિઓમાં નાના મહેમાનનો ચહેરો દેખાતો નથી. ફેન્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહૃાા છે અને આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થવા માંડ્યો છે. જો કે હજી સુધી સૈફ અલી ખાન કે કરીના કપૂર ખાને પુત્રના નામનો ખુલાસો કર્યો નથી. તો ફેન્સ પણ કરીના અને સૈફનાં નાના પુત્રની ઝલક જોવા માટે ઘણા ઉત્સુક છે. પરંતુ આ કપલે હજુસુધી કોઈ જાણકારી આપી નથી.

કરીના અને સૈફ અલી ખાનના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તે જલ્દૃી જ આમિર ખાન સાથેની ફિલ્મ લાલિંસહ ચઢ્ઢામાં નજરે આવશે. આ ફિલ્મમાં કરીનાની સાથે આમિર ખાન લીડરોલમાં રહેશે. તો બીજી તરફ સૈફ અલી ખાન, ઓમ રાઉતની આદિપુરુષ સિવાય ફિલ્મ ભૂત પોલીસમાં પણ નજરે આવશે.