સમગ્ર ઈન્ડસ્ટ્રીને એક જેવી માની શકાય નહીં : રવિના 

  • રવિના ટંડને કંગના રાનૌતને જવાબ આપ્યો
  • રવિના ટંડને ટ્વીટર પર લખ્યું કે, દરેક લોકો જાણે છે કે, ૯૯% જજ, નેતા, અધિકારી અને પોલીસ ભ્રષ્ટ હોય છે

સુશાંતસિંગ આત્મહત્યા કેસમાં સીબીઆઈની તપાસમાં રિયા ચક્રવર્તીની ચેટ સામે આવ્યા પછી ડ્રગ્સ મામલે નાર્કો ડિપાર્ટમેન્ટ પણ તપાસ કરી રહૃાું છે. આ દરમિયાન બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત પણ પોતાની ટ્વીટના કારણે વારંવાર ચર્ચામાં રહે છે. સુશાંતસિંહની આત્મહત્યા પછી કંગના રનૌતે નેપોટિઝમ પર પણ સવાલ ઉઠાવ્યા હતાં અને હવે રણવીરસિંહ, રણબીર કપૂર, વિક્કી કૌશલ જેવા એક્ટર્સ પર પણ ગંભીર આરોપ લગાવ્યા છે. કંગનાના ડ્રગ્સવાળા નિવેદન પર મોહરા, દૃુલ્હેરાજા, દિલવાલે જેવી સુપરહિટ ફિલ્મ આપનાર બોલિવૂડ એક્ટ્રેસ રવિના ટંડને પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. કંગના રનૌતે એક ટ્વીટ કરીને રણવીરસિંહ, રણબીર કપૂર, અયાન મુખર્જી, વિક્કી કૌશલ જેવા એક્ટર્સનું નામ લેતા કહૃાું હતું કે,’એવી અફવા છે કે આ લોકો કોકેઈન લે છે. હું ઈચ્છું છું કે આવી અફવાઓનો ભાંડો ફૂટવો જોઈએ. જો તેઓ સ્પષ્ટ નીકળશે તો લાખો ફેન્સ સામે ઉદાહરણ પૂરું પાડશે.’ નોંધનીય છે કે આ પહેલા કંગના રનૌત કરન જોહર પર પણ નેપોટિઝમનો આરોપ લગાવી ચૂકી છે. હવે બોલિવૂડ એક્ટ્રેસ રવીના ટંડને કંગનાના આ નિવેદન પર પોતાનું રિએક્શન આપ્યું છે.
રવીનાએ કહૃાું હતું કે, સમગ્ર ઈન્ડસ્ટ્રીને એક જેવી ન માની શકાય અહીં સારા અને ખરાબ બન્ને પાસાઓ છે. રવીના ટંડને ટ્વીટર પર લખ્યું કે,’દરેક લોકો જાણે છે કે, ૯૯% જજ, નેતા, અધિકારીઓ અને પોલીસ ભ્રષ્ટ હોય છે. આ નિવેદન દરેક માટે જેનેરિક ડિસ્ક્રિપ્શન નથી. લોકો સમજદાર છે. તેમનામાં સારા અને નરસાની ભાન હોય છે. કેટલાક ખરાબ સફરજન સમગ્ર ટોકરીને ખરાબ નથી કરતાં. આ જ રીતે અમારી ઈન્ડસ્ટ્રીમાં પણ કેટલાક સારા અને ખરાબ લોકો છે. રવીનાએ મહેશ જેઠમલાણીના ટ્વીટને રિટ્વીટ કરતા લખ્યું હતું.