સમગ્ર ગુજરાતનાં ખેડૂતો માટે 1 લાખ મે. ટન યુરિયાનો જથ્થો અપાશે : શ્રી કાછડીયા

  • કેન્દ્ર સરકાર તરફ થી આગામી 21-7-2020 સુધીમાં
  • કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવીયા તથા મંત્રીશ્રી પરસોતમભાઇ રૂપાલા સાથે ટેલીફોનીક ચર્ચા કરી : પાંચેય પોર્ટમાં ખાતરનો જથો ઉતારાશે

 

અમરેલી,
કેન્દ્રીય ઉર્વરક મંત્રી (રા.ક.) શ્રી મનસુખભાઈ માંડવીયાજી અને કેન્દ્રીય કૃષિ મંત્રી (રા.ક.) શ્રી પરષોત્તમભાઈ રૂપાલાજી સાથે થયેલ ટેલીફોનીક ચર્ચા મુજબ આ તમામ જથ્થો ગુજરાતનાં પાંચે પાંચ પોર્ટ ઉપર ઉતરશે અને ત્યારબાદ જીલ્લા વાઈજ ખાતરની ફાળવણી થશે. ઉપરાંત આજે લીલીયા મોટા ખાતે પણ રેક ઉતરવાની છે.
જેથી અમરેલી સંસદીય વિસ્તારના ખેડૂતોએ મુંજાવવા કે ઘબરાવવાની જરૂર નથી અને કોઈ પણ ખેડૂતોએ ખાતરનો સંગ્રહ (સ્ટોક) કરવો નહિ. તમામ ખેડૂતોને તેમની જરૂરીયાત મુજબનું ખાતર ચોક્કસ મળી રહશે. ફક્ત વિતરણ વ્યવસ્થાનાં અભાવે જિલ્લામાં ખાતરની તંગી દેખાઈ રહી છે, બાકી ખાતરની અછત છે જ નહિ. આ તકે, સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ વિરોધ પક્ષ ઉપર આકરા પ્રહારો કરતા જણાવેલ છે કે, કોંગ્રેસનાં મિત્રો પ્રેસનોટ આપી, ખેડૂતોને ગુમરાહ કરી પોતાના રાજનીતિક રોટલા શેકી રહ્યા છે. કોંગ્રેસનાં શાસન કાળમાં ખાતરની ખુબ જ કાળાબજારી થતી અને ખેડુતોએ તે માટે દંડા પણ ખાધેલ છે. જે અંગે સમગ્ર જનતા અને ખેડૂતો જાણે જ છે.અંતે સાંસદશ્રીએ પુન: તમામ ખેડૂતોને આશ્વત કરતા જણાવેલ છે કે, કોઈ પણ ખેડૂતને ખાતરની ઘટ કે અછત ન પડે તે માટે કેન્દ્રની શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ની સરકાર અને રાજ્યની શ્રી વિજયભાઈ રૂપાણીજી ની સરકાર હંમેશા પ્રયત્નશીલ છે. જેથી કોઈપણ ખેડૂતોએ કાળાબજારી થી ખાતર ખરીદવું નહિ અને જો કોઈ કાળા બજારી કરતુ જણાઈ તો અમોને જાણ કરવી.