મેષ (અ,લ,ઈ) : અંગત જીવનમાં સારું રહે,યશ-પ્રતિષ્ઠા મેળવી શકો.
વૃષભ (બ,વ,ઉ) : શત્રુઓ થી સાવધ રહેવું,વધુ વિશ્વાસે ના ચાલવું.
મિથુન (ક,છ,ઘ) : સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
કર્ક (ડ,હ) : જમીન-મકાન સુખ સારું રહે,આરામદાયક દિવસ.
સિંહ (મ,ટ) : સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,આગળ વધવાની તક મળે.
કન્યા (પ ,ઠ ,ણ ) : બેન્ક બેલેન્સ મધ્યમ રહે ,પૈસા બાબત માં આયોજન કરવું પડે.
તુલા (ર,ત) : કાર્યસિદ્ધિ આપતો દિવસ,સફળતા મેળવી શકો.
વૃશ્ચિક (ન ,ય ) : તમારા પૈસા અટવાતા-ફસાતા જણાય , સિફત થી કામ લેવું.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ): સગા સ્નેહી મિત્રો થી સારું રહે,પ્રગતિકારક દિવસ.
મકર (ખ ,જ ) : સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક,રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.
કુંભ (ગ ,સ,શ ) : પોઝિટિવ વિચારો થી સારું રહે, લાભદાયક દિવસ.
મીન (દ ,ચ ,ઝ ,થ): નસીબ સાથ આપતું જણય,ધાર્યા કામ પાર પાડી શકો.
એસ્ટ્રો વાસ્તુ ટિપ્સ: અગાઉ લખ્યા મુજબ સાયબર એટેકથી લઈને ડેટા ચોરીના અનેક મામલા સામે આવી રહ્યા છે. વર્ષ 2020 માં જ અત્રે લખ્યું હતું કે 2021માં તમારો ડેટા મહત્વનો બની રહેશે જેની વારંવાર ચોરી થતી જોવા મળશે અને સમગ્ર વિશ્વમાં સાયબર એટેક વધશે અને તે માટે ખંડણી પણ માંગવામાં આવશે જે પ્રકારના અનેક બનાવો સમગ્ર વિશ્વમાં સામે આવવા લાગ્યા છે તો અહીં પણ ડોમીનોઝના સર્વરમાંથી 18 કરોડ ગ્રાહકોના ડેટાની ચોરી થવા પામી છે. બીજી તરફ મંગળ મહારાજ આઠમી દ્રષ્ટિથી વક્રી શનિને જોઈ રહ્યા છે ત્યારે ભારતને ઓલમ્પિક પદક અપાવનાર સુશીલકુમારનું નામ હત્યામાં ખુલ્યું છે વળી તેમાં ક્રિમિનલ કનેકશન પણ જોવા મળે છે. મંગળ રમત અને શારીરિક બાબતો દર્શાવે છે જયારે તે વક્રી શનિ સાથે સંપર્કમાં આવે ત્યારે રમત જગતના ક્રિમિનલ કનેકશન અને અન્ય કાવતરા સામે આવતા જોવા મળે છે. વળી મંગળ અને શનિનો સંપર્ક જ્વાળામુખીને સક્રિય કરે છે શનિના વક્રી થવા સાથે કોન્ગોનો માઉન્ટ એટના જ્વાળામુખી વિસ્ફોટ સાથે સક્રિય થયો છે જે શનિના હમણાં જ વક્રી થવા પછી બનેલી ઘટના છે.