અમરેલી,સીએએના વિરોધમાં બંધ પળાયો તે કમનસીબી ગણાવી ભાજપ અગ્રણી ડો. ભરતભાઇ કાનાબારે જણાવ્યુ કે બંધમાં જોડાયેલા મોટાભાગના કાયદાને સમજ્યા નથી પણ એટલા માટે તેમનો આર્થિક બહિસ્કાર કરવાની વાત પણ એટલી જ કમનસીબ છે. નાના ધંધાર્થીઓના પેટ પર પાટુ મારવાની વાત અમાનવીય છે જે આ કાયદો લાવ્યા છે તે શ્રી મોદી પણ આ વિચાર સાથે ક્યારેય સંમત ના હોઇ હશે તેમ ડો. ભરતભાઇ કાનાબારે ટવીટ કરી જણાવ્યુ હતુ.