અમરેલી,
ખાંભાના સમઢીયાળામાં લુંટના ઇરાદે વૃધ્ધાની કરાયેલી હત્યાના બનાવમાં એસપીશ્રી હિમકરસિંહના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાંચના શ્રી આરકે કરમટા, એસઓજી ના શ્રી પ્રશાંત લકકડ, અને ખાંભા પોલીસના પીએસઆઇ શ્રી જેપી ગઢવીની ટીમો સફળતાની નજીક હોવાનું અને આ બનાવમાં પોલીસનો પંજો આરોપીઓની ગરદન સુધી પહોંચ્યજીો હોવાનું જાણવા મળેલ છે તથા અત્યંત ગુપ્તતાથી ચાલતી પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવવાની શકયતાઓ રહેલી છે અને આ કારનામાને અંજામ આપવામાં બે થી વધુ શખ્સો હોવાની પણ શકયતા નિહળતી પોલીસ બનાવના મુળ સુધી પહોંચવાના પ્રયાસો કરી રહી છે જેમા ગણત્રીના કલાકોમાં જ આ બનાવની પર્દાફાશ થાય તેવી શકયતાઓ