સમાજ સુરક્ષા તથા જિલ્લા બાળ સુરક્ષા એકમને શ્રેષ્ઠ કામગીરી બદલ પ્રસસ્તી પત્ર એનાયત

અમરેલી,
અમરેલીના કલેક્ટરશ્રી આયુષ ઓક દ્વારા સમાજ સુરક્ષા તથા જીલ્લા બાળ સુરક્ષા એકમ અમરેલીને જીલ્લામાં બાળકોની શ્રેષ્ઠ કામગીરી બદલ પ્રશસ્તિપત્ર આપવામાં આવેલ.
આજરોજ સેક્રેટરીશ્રી, જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ, અમરેલી દ્વારા માન. પી. એસ. બ્રહ્મભટ્ટ મુખ્ય જિલ્લા ન્યાયાધિશ અમરેલીની અધ્યક્ષતામાં રેપ વિકટીમ કમ્પ્નસેશન સ્કીમ અંતર્ગત મીટીંગનું આયોજન કરવામાં આવેલ. મીટીંગમાં આયુષ ઓક જીલ્લા કલેકટરશ્રી, અમરેલી, નાયબ પોલીસ અધિક્ષકશ્રી રાણા , મેડીકલ ઓફીસરશ્રી, મુખ્ય જિલ્લા તબીબી અધિકારીશ્રી વાળા હાજર રહેલ. જેમાં ઇંચા. સેક્રેટરીશ્રી સી.વી.ભટ્ટ દ્વારા જીલ્લાની રેપ વિકટીમ કમ્પ્નસેશન સ્કીમ અંતર્ગત મળેલ અરજીઓ અંગે જરૂરી ચર્ચા કરવામાં આવેલ તેમજ ભોગ બનનારની અરજીઓમાં સહાય મંજુર કરવામાં આવેલ. જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ, અમરેલી દ્વારા કરવામાં આવેલ આ સરાહનીય કામગીરીને માન. પી. એસ. બ્રહ્મભટ્ટ મુખ્ય જિલ્લા ન્યાયાધિશ અમરેલી તથા આયુષ ઓક જીલ્લા કલેકટરશ્રી, અમરેલી દ્વારા બીરદાવવામાં આવેલ તેમજ ઇંચા. સેક્રેટરીશ્રી સી.વી.ભટ્ટ તથા તેમની ટીમને જુની અરજીઓના નિકાલ તથા સમયમર્યાદામાં ભોગ બનનારને લાભ અપાવવા બદલ અભીનંદન પાઠવવામાં આવેલ.
વિશેષમાં જીલ્લામાં ભોગ બનનાર એક ત્રણ વર્ષની બાળાને રેપ વિકટીમ કમ્પ્નસેશન સ્કીમનો લાભ મળી રહે પરંતુ આ કેસમાં બાળાના વાલી પાસે અરજીને લગત કોઇ પણ પુરાવા ન હોય જેથી આયુષ ઓક જીલ્લા કલેકટરશ્રી, અમરેલીની સુચના મુજબ શ્રી સંજય રાજકોટીયા લિગલ કમ પ્રોબેશન ઓફીસર, જીલ્લા બાળ સુરક્ષા એકમ અમરેલી દ્વારા વાલીની રૂબરૂ મુલાકાત ગોઠવી રહિશનો દાખલો, તેના પરથી આધારકાર્ડ તથા બેંક એકાઉન્ટ ખોલાવી બાળાની અરજી રજુ કરવામાં આવેલ. જેમાં વચગાળાની સહાય પેટે બાળાના વાલીને ત્રણ લાખનો ચેકનું વિતરણ માન. પી. એસ. બ્રહ્મભટ્ટ મુખ્ય જિલ્લા ન્યાયાધિશ અમરેલી, આયુષ ઓક જીલ્લા કલેકટરશ્રી, અમરેલી તથા સી.વી.ભટ્ટ ઇંચા. સેક્રેટરીશ્રી જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ અમરેલી દ્વારા કરવામાં આવેલ.આ તકે આયુષ ઓક જીલ્લા કલેકટરશ્રી, અમરેલી દ્વારા જીલ્લામાં બાળકોના અધિકારો અને હકો અંગે જીલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી, વી. એ. સૈયદ તથા જીલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી, અમરેલી વિ. યુ. જોષી તથા લિગલ કમ પ્રોબેશન ઓફીસરશ્રી સંજય રાજકોટીયાને પ્રશસ્તિપત્ર આપી સંમાનીત કરવામાં આવેલ.