સમાધીમાં લીન સ્વ. ચંપાબેન આજે પણ વાત્સલ્યધામમાં એક હજાર બાળકોના માતા બની અને કરે છે રખેવાળી

  • સુરતથી વસંતભાઈના વાત્સલ્ય ધામની સરવાણી અમરેલી સુધી લાવ્યા પીન્ટુ ધાનાણી
  • આની મા પણ હું છુ અને બાપ પણ હું છુ : ફુડપોઇઝનીંગમાં ક્રીટીકલ હાલતમાં મુકાયેલા અનાથ બાળકને બચાવવા કામરેજથી વસંતભાઇ સ્પેશ્યલ હેલીકોપ્ટરમાં જસલોક લઇ ગયા

અમરેલી,
અમરેલીની શાંતાબા ગજેરા હોસ્પિટલમાં આ વખતે 15મી ઓગસ્ટની ઉજવણી માં ધ્વજ વંદન એક અનાથ બાળકના હાથે કરવામાં આવ્યું હતું તેની પાછળ પણ એક રસપ્રદ ઇતિહાસ છુપાયેલો છે
બાળકોને મા-બાપ મળે અને મા બાપ ને દીકરા મળે એવું અનોખું ઘર એટલે વાત્સલ્ય ધામ સુરતમાં કામરેજ ખાતે આવેલું છે સુરતના કામરેજ પાસે ગજેરા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સંસ્થા વાત્સલ્ય ધામ આવેલી છે અહીં 1000 જેટલા અનાથ બાળકોનું પાલન પોષણ થાય છે સાથે સાથે મોટી ઉંમરના વડીલોને પણ અહીં આશરો મળે છે વડીલોને સંતાનો મળે અને બાળકોને માવતર મળે એવી આ સંસ્થા ની સ્થાપના પાછળ બહુજ રસપ્રદ ઘટના છે પહેલા તેની ઉપર એક નજર ફેરવીએ.
બહુ ઓછાને ખબર છે કે આ સંસ્થા આકાર પામી તેની પાછળ બહુ લાગણીશીલતા ભરી કહાની છે અને લાગણીશીલતા અને ખાનદાની કોઈ કાઠીયાવાડીની જ હોઈ શકે ભારતના ડાયમંડ કિંગ ગણાતા વસંતભાઈ ગજેરા એટલે લક્ષ્મી ડાયમંડ વાળા એ તેની વતન અમરેલી ની ઓળખ, પણ વસંતભાઈ સુરતના કામરેજ પાસે વાત્સલ્યધામ નામની સંસ્થા ચલાવે છે એ તેમના વતન અમરેલીમાં પણ બહુ ઓછા લોકોને ખબર છે વાત્સલ્ય ધામની અંદરની વાત ની બહુ ઓછા લોકોને ખબર છે કે ઇન્ડિયાના ડાયમંડ કિંગ ગણાતા વસંતભાઈ ગજેરા અને તેમના ધર્મ પત્ની ચંપાબહેન દીકરીઓ હતી પણ સંતાનમાં દીકરાની ખોટ હતી.
મુંબઈના રેલવે સ્ટેશને વસંતભાઈ અને ચંપાબેન સુરત આવવા માટે ઉભા હતા તે રેલ્વે સ્ટેશન પાસે અનાથ બાળકને જોઈ ચંપાબેન ને વિચાર આવ્યો અને તેમણે સંકલ્પ કર્યો કે હું 1000 સંતાનોની માતા બની તેનું પાલન-પોષણ કરીશ તેમના સંકલ્પ ને સાકાર કરવા માટે વસંતભાઈ એ કામરેજ પાસે 40 એકર જમીન મા વાત્સલ્ય ધામ ઉભુ કર્યું.આ વાત્સલ્ય ધામની અંદર જેને મા બાપ ન હોય તેવા 1000 જેટલા બાળકો ભણી ગણી અને પગભર થાય છે
વાત્સલ્ય ધામમાં ગજેરા ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક વસંતભાઈ ગજેરા દર રવિવારે અથવા તો રજાના દિવસે કે તહેવારો અનાથ બાળકોની સાથે તેમના પિતા બની વિતાવે છે આજે ચંપાબેન એ એક હજાર કરતાં વધારે બાળકોની માતા બની તેના માટે વિશાળ ઘર ઊભું કરી અને 13 વર્ષ પહેલા પોતાનું વાત્સલ્ય ઈશ્વરને સમર્પણ કરવા પહોંચી ગયા અને આજે તેની સમાધિ પણ વાત્સલ્ય ધામમાં છે સમાધીમાં લીન સ્વ. ચંપાબેન આજે પણ વાત્સલ્યધામમાં 1 હજાર બાળકોના માતા બની જીવે છે.આ 1 હજાર બાળકોને વસંતભાઇ સગા દિકરાની જેમ રાખે છે તેનો એક જ દાખલો જોઇએ તો સંસ્થામાં 25 બાળકોને ફુડપોઇઝનની અસર થઇ સંસ્થાની પાછળ જ દિનબંધ્ાુ હોસ્પિટલ હતી જેમાં 24 બાળકોને ખસેડવામાં આવ્યા અને એક બાળકીન હાલત ગંભીર હતી ત્યારે આ બાળકની મા પણ હું છુ અને બાપ પણ હું છુ તેને બચાવવા માટે જે કરવુ પડે તે કરી છુટવા મારી તૈયારી છે તેમ જણાવી વસંતભાઇએ કામરેજથી સ્પેશ્યલ હેલીકોપ્ટરમાં એ બાળકને મુંબઇ જસલોક હોસ્પિટલમાં લઇ ગયા અને તેમનો જીવ બચાવ્યો હતો.
વાત્સલ્ય ધામની સાથે નજીકથી સંકળાયેલા અમરેલી માં કોરોના સામે લડત નું મુખ્ય કેન્દ્ર બનેલ ગજેરા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શાંતાબા ગજેરા હોસ્પિટલના કેમ્પસ ડાયરેક્ટર શ્રી પીન્ટુભાઇ ધાનાણીએ આ વખતે 15મી ઓગસ્ટે હોસ્પિટલ કેમ્પસમાં ધ્વજવંદન પણ અનાથ બાળક ના હાથે કરાવી વાત્સલ્ય ધામની સરવાણીને અમરેલી સુધી લાવવાનો સુંદર પ્રયાસ કર્યો છે.