સરંભડાના હત્યાકેસમાં છ આરોપીઓને છેલ્લા શ્ર્વાસ સુધી કેદ

અમરેલી,
અમરેલી તાલુકાનાં સરંભડા ગામે નાગજીભાઇની વાડીમાં જમીન વાવવાનાં પ્રશ્ર્ને તા.22-5-2010માં ગેરકાયદેસર મંડળી રચી ફરિયાદી રાજુભાઇ પીઠાભાઇ વાળાનાં પિતા પીઠાભાઇ વાળા તથા મરણજનાર જયરાજભાઇ ઉર્ફે ઘુઘાભાઇ પીઠાભાઇવાળા ઉપર પોતાનો સમાન ઇરાદો પાર પાડવા આરોપી દિલુ ટપુ, ઉમેશ દાદભાઇ વાળાએ તમંચામાંથી હવામા બે ત્રણ ફાયર કરેલ અને ભાલુ, ધારીયુ, બંદુક, તલવાર, લાકડી, પાઇપ જેવા હથિયારો ધારણ કરી જયરાજભાઇ ઉર્ફે ઘુઘાભાઇ પીઠાભાઇ વાળાની હત્યા કરી પીઠાભાઇ વાળાને ઇજા કરેલ. ઉપરોક્ત ગુનામાં અમરેલી ચોથા અધિક સત્ર ન્યાયાધીશ શ્રી વાય.એ.ભાવસારની કોર્ટમાં કેસ ચાલી જતા જગુ ટપુભાઇ વાળા, ગીરીશ ચુનીભાઇસતીકુવર, ભરત ટપુભાઇ વાળા, જોરૂ વલકુભાઇ બસીયા, સંગ્રામ કાનાભાઇ આલ, ઉમેશ દાદાભાઇ ધાખડાને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી દરેક આરોપીઓને રૂા.64 હજારનો દંડ ફટકાર્યો હતો. જ્યારે આ કેસની ટ્રાયલ દરમિયાન બગસરા તાલુકાનાં ખીજડીયા ગામનાં દાદાભાઇ ટપુભાઇ વાળાનું મૃત્યુ નિપજેલ. જ્યારે સરંભડા ગામનાં દિલુ ટપુભાઇ વાળા ટ્રાયલ દરમિયાન ફરાર હોવાથી તેમનો કેસ પેન્ડીંગ રાખેલ છે. જ્યારે સામા પક્ષે આરોપી પીઠા અમરાભાઇ વાળા તથા રાજુ પીઠાભાઇ વાળાએ તેમજ મરણજનાર આરોપી જયરાજ ઉર્ફે ઘોઘા પીઠાભાઇ વાળાએ તેમનો ગુનાહિત ઇરાદો પાર પાડવા જગુભાઇ ટપુભાઇ વાળાને રસ્તામાં શુકામ ચાલો છો જેથી કહેલ કે, આ રસ્તો ક્યાં તમારા બાપનો છે જેથી લોખંડનાં પાઇપ અને ધારીયા વડે માર મારી ઇજા કરેલ. ઉપરોક્ત ગુનામાં 323, 114માં એક વર્ષની કેદ અને એક હજારનો દંડ તથા 324 અને 114માં બંને આરોપીઓને ત્રણ વર્ષની કેદની સજા અને દરેકને રૂપિયા 6 હજારનો દંડ ફટકાર્યો હતો. ઉપરોક્ત કેસમાં સરકારી પીપી જે.બી.રાજ્યગુરૂની દલીલોને કોર્ટે ગ્રાહ્ય રાખી ચુકાદો આપ્યો હતો. બીજી તરફ આ ચુકાદા આવતા જ સરંભડા ખાતે પોલીસ તંત્ર દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો