સરકારના કડક લૉકડાઉનના કારણે દૃેશનુ અર્થતંત્ર મુશ્કેલીમાં: સુપ્રીમ કોર્ટ

 • લોન મોરેટોરિયમ મુદ્દે સુપ્રીમે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી
 • સુપ્રીમે કેન્દ્ર સરકારને કહૃાુ કે તેમની પાસે પૂરતા અધિકાર છે અને તેમની જવાબારી પણ છે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અંતર્ગત પગલાં ભરે
 • આ સમય વ્યવસાય કરવાનો નથી,પરંતુ આ સમય લોકોની દૃુર્દૃશા પર વિચાર કરવાનો છે

  સુપ્રીમ કોર્ટે મંગળવારે લોન મોરેટોરિયમની અંદર વ્યાજદરમાં છૂટની માંગ ધરાવતી અરજી પર સુનાવણી કરી. સુપ્રીમ કોર્ટે કહૃાું કે, આ કેસ લાંબા સમયથી પેન્ડિંગ છે. કોર્ટે કેન્દ્ર સરકારને આ મામલે પોતાનું વલણ સ્પષ્ટ કરવા કહૃાું છે.
  સર્વોચ્ચ અદાલતે RBI બાદમાં ચૂકવવાની સુવિધા આપીને વ્યાજ વસૂલવાની નીતિ પર સરકારને ફટકાર લગાવી છે. સુપ્રીમ કોર્ટે કહૃાું કે, સરકાર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની આડમાં પોતાની જવાબદારીમાંથી છટકી ના શકે.
  સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ફટકાર લગાવતા કહૃાું કે, આ સમસ્યા તમે લાગુ કરેલા લૉકડાઉનના કારણે જ ઉભી થઈ છે. આ માત્ર વ્યવસાય પર વિચાર કરવાનો સમય નથી. સરકારે લોકોની પરેશાની વિશે પણ વિચારવું જોઈએ.
  જસ્ટિસ અશોક ભૂષણ અને એમ.આર શાહની બેંચે કહૃાું કે, કેન્દ્ર સરકાર પાસે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અંતર્ગત અનેક શક્તિઓ છે અને તેણે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરવી જોઈએ.
  આ કેસની સુનાવણી દરમિયાન સૉલિસિટર જનરલ તુષામ મેહતાએ કહૃાું કે, સર્વોચ્ચ અદાલકે આ પ્રકારની ટિપ્પણી ના કરવી જોઈએ, કારણ કે તેનાથી ખોટી રીતે રિપોર્ટ કરવામાં આવી શકે છે.
  RBI એ ફાઈનાન્સિયર રેગ્યુલેટર તરીકે કહૃાું હતું કે, લોન મેરાટોરિયમ પર વ્યાજમાં છૂય યોગ્ય નથી. RBI એ કહૃાું હતું કે, અમારે એવા એકાઉન્ટની તપાસ કરવી પડશે, જે સંકટમાં છે અને તેમની સ્થિતિને જોતા વ્યાજદરમાં કાપ મૂકી શકાય છે. જો કે આ છૂટ દરેક કેસમાં અલગ હશે.
  જે બાદ સુપ્રીમ કોર્ટ સુનાવણીને ૧ સપ્ટેમ્બર સુધી ટાળતા કેન્દ્ર સરકારને કહૃાું છે કે, તેણે આ સબંધે પોતાનો મત સ્પષ્ટ કરવો જોઈએ, કારણ કે આર્થિક સંકટની સ્થિતિ તેમના તરફથી લાગૂ કરવામાં આવેલા લોકડાઉનના કારણે જ ઉભુ થયું છે.