સરકારના ખેડુત વિરોધી કાળા કાયદાથી ખેડુત અને આમ આદમી બન્નેનો મરો થશે : શ્રી પરેશ ધાનાણી

  • સરકાર_અંધ_ભારત_બંધ : શ્રી પરેશ ધાનાણી
  • જગતનો તાત જોખમમાં છે ટેકાના ભાવો જોખમમાં મુકાશે સરકારી ખરીદી બંધ થશે, ઉદ્યોગપતિઓ ખેડુતોની પરસેવાની કમાણીને મફતના ભાવે લૂંટી લેશે : સજજડ બંધ પાળો : શ્રી પરેશભાઇ ધાનાણી

અમરેલી,રાજયના વિપક્ષ નેતા શ્રી પરેશ ધાનાાણીએ લોકોને બંધમાં જોડાઇને ધરતતીપુત્રોની મદદ કરવા આહવાન કર્યુ છે. શ્રી પરેશ ધાનાણીએ જણાવ્યું છે કે, આ દેશની કેન્દ્રની આંધળી -બહેરી-મૂંગી આ ખેડૂત વિરોધી ભાજપ સરકારેપોતાની બહુમતિના શાસનના જોરે ત્રણ ખેડૂત વિરોધી બીલ સંસદ ભવનમાં પાસ કરીને દેશના જગતાત એવા અન્નદાતાઓ સાથે ઘોર અન્યાય કરેલ છે ભારતભરનાં ખેડૂત સંગઠનો દ્વારા કાળા કાયદાઓ પરત ખેંચવા “8” ડિસેમ્બરના રોજ આપેલા “ભારત બંધ આંદોલન”ને સ્વૈચ્છીક સર્મથન આપવા સમગ્ર ગુજરાતનાં રાજકિય, સહકારી, સામાજિક, વ્યાપારિક, શ્રમિક, ટ્રાન્સપોર્ટ અને ખેડૂત સંગઠનોને વિનંતી કરૂ છુ.સરકાર અંધ છે તેથી ભારત બંધ રહેશે સરકારના ખેડુત વિરોધી કાળા કાયદાથી ખેડુત અને આમ આદમી બન્નેનો મરો થશે આજે જગતનો તાત જોખમમાં છે નવા કાયદાથી ટેકાના ભાવો જોખમમાં મુકાશે સરકારી ખરીદી બંધ થશે, ઉદ્યોગપતિઓ ખેડુતોની પરસેવાની કમાણીને મફતના ભાવે લૂંટી લેશે સ્ટોક ઉપરનું નિયંત્રણ રદ થતા સામાન્ય માનવી મોંઘવારીના ભરડામાં આવી જશે તેમ શ્રી પરેશ ધાનાાણીએ જણાવીને સજજડ બંધ પાળવા લોકોને અનુરોધ કર્યો છે. અમરેલી કોંગ્રેસ સમીતીએ જણાવેલ છે કે, ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા શ્રી પરેશભાઈ ધાનાણીની આગેવાની હેઠળ સમગ્ર ભારત દેશમાં ખેડુતોના હીત માટે અપાયેલા ભારત બંધના ઐતિહાસિક નિર્ણય ને સફળ બનાવવા તેમજ સમગ્ર દેશના ખેડુતોને ન્યાય અપાવવા અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ ધરણા પ્રદર્શન – વિરોધ પ્રદર્શન કરશે અમરેલી જિલ્લા કોંગ્રેસ પરીવારના દરેક કાર્યકર્તા ભાઈઓ-બહેનોએ જિલ્લા કોગ્રેસ કાર્યાલય જુના માર્કે ટયાર્ડ સવારે 8 કલાકે હાજર રહેવા જણાવ્યું છે.