સરકારને ૮૦૦૦ કરોડનો બોજ,ઉદ્યોગોને લીઝ ઉપર જમીન માટે ભાર

  • સરકારને ૮૦૦૦ કરોડનો બોજ,ઉદ્યોગોને લીઝ ઉપર જમીન માટે ભાર
  • રૂપાણી સરકારને ૪ વર્ષ પૂર્ણ , નવી ઔદ્યોગિક નીતિ જાહેર
  • હવે ફિક્સ કેપિટલ ઇન્વેસ્ટેમેન્ટા ૧૨ ટકા લેખે રોકડ વળતરનો નવા ઉદ્યોગોને લાભ મળશે, પાંચ વર્ષ ઇલેક્ટ્રિસિટી ડ્યુટીમાંથી માફી
  •  સરકારી જમીન ૫૦ વર્ષ માટે લીઝ ઉપર અપાશે, ઉદ્યોગકારો દર વર્ષે બજાર કિંમત ના ૬ ટકા લેખે ભાડું ચુકવવાનું રહેશે
  • MSME ને પાત્ર ધિરાણ રકમના ૨૫ ટકા અને મહત્તમ રૂ.૩૫ લાખની મર્યાદામાં કેપિટલ સબસિડી ચૂકવાશે, ટર્મ લોન ઉપર પ્રતિ વર્ષ ૭ ટકા અને મહત્તમ રૂ.૩૫ લાખની વ્યાજ સબસિડી પણ મળશે
  • સમગ્ર દેશ માાં ગુજરાતમાં બેરોજગારીનો દર સૌથી ઓછો ૩.૪% છે: રૂપાણી

ગાંધીનગર,તા.૭
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના શાસનને આજે ૪ વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે આ પ્રસંગે મુખ્યમંત્રી દ્વારા આજે રાજ્યની નવી ઉદ્યોગનીતિની જાહેરાત કરી છે. વિજય રૂપાણી અને ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે એક પ્રેસ કોન્ફરન્સ કરીને લોકોને માહિતી આપી હતી. રાજ્યમાં નવી ઈન્ડસ્ટ્રીયલ પોલિસી વિશે મોટી જાહેરાત કરતા તેઓએ કહૃાું કે, ગુજરાત સરકાર નવા ઉદ્યોગોને સરકારી જમીન લીઝ પર અપાશે.
રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં નવા ઉદ્યોગોને સરકારી જમીન લીઝ પર અપાશે. કોઈ પણ જગ્યાએ જમીનની કિંમત ભારે હોય છે. જે ઉદ્યોગો નવા આવશે તેને સરકારી જમીન ઉપર આપવામાં આવશે. જમીન ૬ ટકા લેખે બજાર ભાવ પ્રમાણે.આપવામા આવશે. ૫ કરોડની સહાય પણ આપવામાં આવશે. વર્લ્ડ બેંકની હાઉિંસગ સિસ્ટમ બને તેના માટે પણ આર્થિક સહાયતા આપશે. ૨૫ ટકા જગ્યા ૪૦ ટકા કરવામાં આવશે, જેમાં ૫૦ કરોડની ઓફર સીલીંગ રહેશે.
૨૧ હજાર મિલિયન ક્યુબિક ફીટ (M.C.F.T) પાણી આ યોજનાથી મળતું થશે અને હજીરા દહેજ વચ્ચે ૬ લેન બ્રિજ બનતા ૧૮ કિમી અંતર ઘટશે. એટલું જ નહીં ફીિંશગની પણ અલગ ચેનલ ઊભી થતાં માછીમારીને પણ વેગ મળશે તેમ પણ ભરૂચ જિલ્લાને આ યોજનાના શુભારંભ પ્રસંગે અભિનંદન આપતા રૂપાણીએ ઉમેર્યું હતું.
૩૧ ડિસેમ્બર ૨૦૧૯ ના રોજ ઉદ્યોગ નીતિ પૂરી થઈ છે. જેને ૩૧ ડિસેમ્બર, ૨૦૨૦ સુધી લંબાવવામાં આવી હતી. રાજ્યના સર્વાંગી વિકાસ માટે અધિક વિકાસ ને સમર્થન મળ્યું હતું. ભારત સરકારના જાહેર કરેલા આંકડા પ્રમાણે ૪૯ મિલીયન ડોલર યુએસનું મૂડીરોકાણ દૃેશની સરખામણીમાં ગુજરાતમાં આવ્યું હતું. જેથી ગુજરાત નંબર વન બન્યું છે.
ગુજરાતમાં રોકાણમાં ૩૩૩% પણ વધારો થયો છે. ભારતમાં વધારો ૪૮ ટકા હતો જ્યારે ગુજરાતનો વધારો ૩૩૩% હતો. ભારત સહિત ઈન્ટરનેશનલ આંકડાકીય મુખ્ય પ્રમાણે સમગ્ર દેશમાં બેરોજગારી દર સૌથી નીચો ૩.૪ ટકા છે. ગુજરાતના દ્બજદ્બી માં વધારો થયો છે. અન્ય રાજ્યો કરતાં ગુજરાત ભારતના કુલ રાજ્યો ઉત્પાદનમાં ૧૭ ટકા સાથે ગુજરાત નંબર વન છે. ગુજરાતે જીડીપી માં ૧૩ ટકા વૃદ્ધિ મેળવી છે.

ગુજરાતની નવી ઉદ્યોગ નીતિની હાઇલાઇટ્સ
૧. ગુજરાતમાં ૩૫ લાખ એમએસએમઇ છે.
૨. પોલિસીમાં દર વર્ષે અંદાજે ૮૦૦૦ કરોડ આઉટ લે એટલે કે ખર્ચ થશે.
૩. ૧૫ થ્રસ્ટ સેક્ટર- જેમાં ૯ કોર અને ૬ સનરાઇઝ સેક્ટર.
૪.SGST ના વળતરોને ડિ-િંલક એટલે કે દૂર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
૫. મોટા ઉદ્યોગોને કેપિટલ સબસીડી તરીકે ફિક્સ્ડ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ એટલે કે પાત્ર મૂડીરોકાણના ૧૨% ના ધોરણે રોકડ રકમ આપવામાં આવશે.
૬. કોઇપણ ઔદ્યોગિક એકમને વળતરની રકમની કોઈ મહત્તમ મર્યાદા રાખવામાં આવી નથી.
૭. વાર્ષિક રૂ. ૪૦ કરોડની ટોચમર્યાદા હોવાના કારણે જો એકમને મળવાપાત્ર કેપીટલ સબસીડી ૧૦ વર્ષના સમયગાળાની અંદર ચુકવણી ન કરી શકાય તો આવા એકમોના કિસ્સામાં, વાર્ષિક ટોચમર્યાદા રૂ. ૪૦ કરોડ જ રહેશે તેવી શરત સાથે ૧૦ વર્ષની સમયમર્યાદા માં વધુ ૧૦ વર્ષનો વધારો કરી આપવામાં આવશે.
૮. વાર્ષિક રૂ. ૪૦ કરોડની ટોચમર્યાદા હોવાના કારણે જો મળવાપાત્ર કેપીટલ સબસીડી ૨૦ વર્ષના સમયગાળાની અંદૃર ચુકવણી ન કરી શકાય તો મળવાપાત્ર કેશ સબસીડીનું વિતરણ ૨૦ વર્ષના સમાન હપ્તાની અંદર કોઈ ટોચમર્યાદા વિના કરવામાં આવશે.
૯. આ ઉપરાંત, નવા ઉદ્યોગોને પાંચ વર્ષ માટે ઇલેક્ટ્રિસિટી ડ્યુટી ભરવામાંથી છૂટ આપવાનું ચાલુ રાખવામાં આવેલ છે.
૧૦. કેપિટલ સબસીડી: સ્જીસ્ઈજ ને પાત્ર ધિરાણની રકમના ૨૫%

૧. જો પ્રોત્સાહનપાત્ર ફિક્સ્ડ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ ૧૦ કરોડથી વધુ હોય, તો તે ઔદ્યોગિક એકમને ૧૦ લાખની વધારાની કેપિટલ સબસીડી મળવાપાત્ર રહેશે.
૧૨. ઇન્ટરેસ્ટ સબસીડી:MSME ને ૭ વર્ષના સમયગાળા સુધી પ્રતિ વર્ષ ટર્મ લોન પર લાગતા વ્યાજના દરના ૭% સુધી અને મહત્તમ ૩૫ લાખ સુધીની ઇન્ટરેસ્ટ સબસીડી મળવાપાત્ર રહેશે.
૧૩. મેન્યુફેક્ચિંરગ સેક્ટરમાં અનુસૂચિત જાતિ/જનજાતિ/શારીરિક વિકલાંગ ઉદ્યોગસાહસિકો/મહિલા ઉદ્યોગસાહસિકો/સ્ટાર્ટઅપને વધારાની ૧% ઈન્ટરેસ્ટ સબસીડી.
૧૪. આ ઉપરાંત, ૩૫ વર્ષની નાના યુવા ઉદ્યોગસાહસિકોને લોન મંજુર થયાના દિૃવસે ૧% વધારાની ઈન્ટરેસ્ટ સબસીડી.
૧૫. સેવા ક્ષેત્રના MSME: આ સ્જીસ્ઈજ ને ૭% સુધીની ઇન્ટરેસ્ટ સબસીડી આપવાની જોગવાઈ કરવામાં આવી છે, જેમાં નાણાકીય સેવાઓ, આરોગ્યલક્ષી સેવાઓ, દ્રશ્ય-શ્રાવ્ય સેવાઓ, કંસ્ટ્રક્શન સંબંધિત એન્જિનિયિંરગ સેવાઓ, પર્યાવરણીય સેવાઓ વગેરેનો સમાવેશ થાય છે.
૧૬. MSME દ્વારા વિદૃેશી ટેક્નોલોજીઓનું સંપાદૃન: રાજ્ય સરકાર પહેલી વખત વિદૃેશી પેટન્ટેડ ટેક્નોલોજીઓને સંપાદિૃત એકવાયર કરવા કરવાના કુલ ખર્ચના ૬૫% સુધીની નાણાકીય સહાય પ્રદૃાન કરશે. (મહત્તમ ૫૦ લાખ સુધીના સહાય આપવામાં આવશે.)
૧૭. MSME ને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેમના ઉત્પાદનોનું માર્કેિંટગ કરવા પ્રોત્સાહિત કરવા માટે, નવી ઇન્ડસ્ટ્રિયલ પોલિસી ભારતમાં યોજાયેલા એક્ઝિબિશનમાં સ્જીસ્ઈજને સ્ટોલ નાખવાના કુલ ભાડાના ૭૫% નાણાકીય સહાય (મહત્તમ ૨ લાખ) અને ભારતની બહાર યોજાયેલા એક્ઝિબિશનમાં સ્ટોલ નાખવાના કુલ ભાડાના ૬૦% નાણાકીય સહાય (મહત્તમ ૫ લાખ) અપાશે.
૧૮. MSMEએકમમાં રૂફટોપના ઉપયોગથી સોલર પાવર પ્રક્રિયાને વધુ સરળ અને આકર્ષક બનાવવાના ઉદ્દેશથી યુનિટ્સના વપરાશની ગણતરી માટેની પાવર સાયકલની ગણતરી ૧૫ મિનિટથી વધારીને સવારના ૭ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધીની કરી દેવામાં આવી છે.
૧૯. MSME પાસેથી વધારાની સૂર્યઊર્જા (સરપ્લસ સોલર પાવર) ખરીદવા માટેની કિંમત ૧.૭૫ પ્રતિ યુનિટથી વધારીને ૨.૨૫ પ્રતિ યુનિટ કરી દેવામાં આવી છે.
૨૦. પ્રવર્તમાન ઉદ્યોગોમાંથી જે સૂર્યઊર્જાનો ઉપયોગ કરવાનું શરૂ કરે, તેમને ટર્મ લોન પર ઇન્ટરેસ્ટ સબસીડી આપવામાં આવશે.
૨૧. જે MSME  એકમો એન્ટરપ્રાઈઝ રિસોર્સ પ્લાિંનગ (ERP) અને ઈન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેક્નોલોજી તેમજ ઢઈડ્ઢ સર્ટિફિકેશન જેવા ગુણવત્તાલક્ષી સર્ટિફિકેટશ, પેટન્ટ ફાઈિંલગ જેવા પાસાઓ અપનાવે તેમને ઈન્સેન્ટીવ આપવામાં આવશે.
૨૨. રાજ્યમાં સંતુલિત પ્રાદૃેશિક વિકાસને વેગ આપવા માટે રાજ્ય સરકાર ૫૦ વર્ષ સુધી લાંબાગાળાની લીઝ ઉપર ‘સરકારી જમીન મેળવવામાં ઉદ્યોગોને સુવિધા પૂરી પાડશે અને ઔદ્યોગિક એકમોને જમીનની બજાર કિમતના ૬% લીઝ રેન્ટ પર આપવામાં આવશે. આવા ઉદ્યોગો બેક્ધમાંથી લોન-સહાય મેળવી શકે તે માટે જમીન મોટર્ગેઝ પણ કરવા મજુરી આપવામાં આવશે. લીઝનો સમયગાળો જે તે સમયે પ્રવર્તતા નિયમો અનુસાર વધુ સમય માટે લબાવી શકાશે
૨૩. સ્ટાર્ટઅપને સીડ સપોર્ટ ૨૦ લાખથી વધારીને ૩૦ લાખ સુધીનો કરવામાં આવ્યો છે.
૨૪. સ્ટાર્ટઅપ એકમને આપવામાં આવતા સસ્ટેનન્સ એલાઉન્સને એક વર્ષ માટે ૧૦,૦૦૦ પ્રતિ માસથી વધારીને ૨૦,૦૦૦ કરવામાં આવ્યું છે.
૨૫. જે સ્ટાર્ટઅપમાં ઓછામાં ઓછા એક મહિલા સહસ્થાપક હોય તેનું સસ્ટેનન્સ એલાઉન્સ ૨૫,૦૦૦ પ્રતિ માસ એક વર્ષ માટે કરવામાં આવ્યું છે.
૨૬. સ્ટાર્ટ-અપ્સના મિડ-લેવલ પ્રી-સીરીઝ છ ફિંંડગ માટે, ગુજરાત વેન્ચર ફાઇનાન્સ લિમિટેડ(GVFL) હેઠળ એક અલગ ફંડનું નિર્માણ કરવામાં આવશે. આ ઉપરાંત, સ્ટાર્ટ-અપ્સને ૧% વધારાની ઇન્ટરેસ્ટ સબસીડી આપવામાં આવશે. (એટલેકે ટર્મ લોન પર ૯% સુધી.)
૨૭. સમાજમાં નોંધપાત્ર પ્રભાવ ઉભો કરી શકે તેવા સ્ટાર્ટઅપને વધારાની રૂ. ૧૦ લાખ સુધીની ગ્રાન્ટ.
૨૮. રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય માન્યતાવાળા એક્સીલરેશન પ્રોગ્રામોમાં નોંધણી માટે સ્ટાર્ટ-અપ દિઠ રૂ૩ લાખ સુધીની વધારાની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે.
૨૯. સોટ સ્કીલ માટે સહાય: મેનેજર કક્ષાની તાલીમ, સોટ સ્કીલ તાલીમ, માર્કેિંટગ કૌશલ્ય, ફંડરેઈજીગ, ફાઈનાન્સ જેવી બાબતોની તાલીમ માટે સ્ટાર્ટઅપ એકમોને ૧ લાખ સુધીનું ભંડોળ રિએમ્બર્સમેન્ટ સ્વરૂપે આપવામાં આવશે.
૩૦. માન્યતા પ્રાપ્ત નોડલ ઈન્સ્ટીટ્યુટ્સને પ્રતિ સ્ટાર્ટઅપ દિઠ રૂ. ૧ લાખની મેન્ટોિંરગ સહાય (મહત્તમ રૂ. ૧૫ લાખ પ્રતિ વર્ષ પ્રતિ અન્ય દૃેશોમાંથી રિલોકેટ (સ્થળાંતર) કરવાની યોજના બનાવી રહેલી આવી કંપનીઓને ગુજરાતમાં ઉત્પાદૃનના એકમ સ્થાપવા કેસ ટુ કેસ વિશેષ ઇન્સેન્ટિવ્સ આપશે.
૩૨. રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ તેમજ પ્રોડક્ટ ડેવલપમેન્ટ સેન્ટર્સ સ્થાપવા માટે આ પોલિસી ખાનગી કંપનીઓ અને સંસ્થાઓને ૫ કરોડની સહાયતા પ્રદૃાન કરશે.
૩૩. કોઈપણ ઈન્ડસ્ટ્રીયલ એન્ટરપ્રાઈસ/ઈન્ડસ્ટ્રીયલ એસોશિયેશન/માન્યતાપ્રાપ્ત આર.એન્ડ.ડી ઈન્સ્ટીટ્યુશનસ્ટીટ્યુશન/AICTE માન્ય ટેકનિકલ કોલેજ દ્વારા કરવામાં આવેલ કોન્ટ્રાક્ટ/સ્પોન્સર્ડ રિસર્ચ વર્કને પ્રોજેક્ટ ખર્ચના (જમીન અને બિલ્ડીંગ ખર્ચ સિવાય) ૫૦% જેટલી સહાય મહત્તમ રૂ. ૫૦ લાખની મર્યાદમાં આપવા અંગે વિચાર હેઠળ લઈ શકાશે.
૩૪. રાજ્યમાં પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રિયલ પાર્ક્સ સ્થાપિત કરવા માટે આ પોલિસી ખાનગી ડેવલપર્સને ફિક્સ્ડ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટના ૨૫% (૩૦ કરોડ સુધી) ઇન્સેન્ટિવ્સ આપશે.
૩૫. ક્લસ્ટર્સને પ્રોત્સાહન આપવા માટે, રસ્તાઓનું નિર્માણ અને અપગ્રેડેશન, વેરહાઉસની સુવિધાઓ, ફાયર સ્ટેશન્સ, અંડરગ્રાઉન્ડ યુટિલિટીસ વગેરે જેવા ઇન્ડસ્ટ્રિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સ્થાપિત કરવા માટે પ્રોજેક્ટ કોસ્ટના ૮૦% (૨૫ કરોડ સુધી) સુધીની નાણાંકીય સહાય પ્રદૃાન કરવામાં આવશે.
૩૬. ઔદ્યોગિક ક્લસ્ટર્સના શ્રમિકો-મજૂરોને રહેવા માટે વધુ સારી સુવિધા ઉપલબ્ધ થઈ શકે તે માટે મેન્યુફેક્ચિંરગ ક્લસ્ટર્સમાં ડોરમેટરી હાઉિંસગ માટે ઇન્ડસ્ટ્રિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પોલિસી નીચે ૮૦% આર્થિક સહાયતા એટલે કે (૨૫ કરોડ સુધી)આપશે.
૩૭GPCB દ્વારા પ્રમાણિત થયા મુજબ ‘ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ દ્વારા ઓછામાં ઓછી ૫૦% વેસ્ટ રિકવરીની પદ્ધતિને અનુસરતા ઉદ્યોગોને ૫૦% (૭૫ લાખ સુધી) કેપિટલ સબસીડી આપવામાં આવશે.
૩૮. કોમન એન્વાયર્મેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ માટેનો સપોર્ટ કુલ પ્રોજેક્ટ કોસ્ટના પ્રવર્તમાન ૨૫% થી વધારીને ૪૦% કરવામાં આવ્યો છે. જેમાં મહત્તમ ૫૦ કરોડ સુધીની સહાયતા.
૩૯. ગ્રીન ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ્સ સ્થાપિત કરવા માટે કે તેના રિલોકેશન માટે અથવા તો પ્રવર્તમાન પ્રદૃૂષણકારી ઔદ્યોગિક એકમનું રેટ્રોફિિંટગ કરીને તેને ગ્રીન ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ્સમાં ફેરવવા માટે પ્રોજેક્ટ કોસ્ટના ૨૫% ૨૫ કરોડ સુધી)ની નાણાકીય સહાય.
૪૦. ઓછામાં ઓછા ૧૦ MSME એકમો દ્વારા સ્થાપિત સ્પેશ્યલ પરપઝ વ્હીકલના કોમન બોઈલર પ્રોજેક્ટને ફિક્સ્ડ એસેટ્સના ખર્ચના ૫૦% જેટલું ઈન્સેન્ટીવ રૂ. ૨ કરોડની મર્યાદામાં આપવામાં આવશે.
૪૧. આ પોલિસી કૌશલ્ય વૃદ્ધિ માટે વ્યકિતદૃીઠ એક તાલીમના ૧૫૦૦૦ સુધીના પ્રોત્સાહનો આપશે.
૪૨. સરકાર સંબંધિત તમામ પ્રશ્ર્નો અને મંજૂરીઓ માટે એક સિંગલ પોઇન્ટ કોન્ટેક્ટ તરીકે રોકાણકારો માટે ઇન્ડસ્ટ્રિયલ એક્સટેન્શન બ્યુરો INDEXTB  દ્વારા ડેડિકેટેડ ‘રિલેશનશીપ મેનેજર્સનોમિનેટ કરવામાં આવશે.
૪૩. ઇન્વેસ્ટર ફેસિલિટેશન પોર્ટલ સ્ટેટ સિંગલ  વિન્ડોમાંથી લગભગ ૫ લાખ અરજીઓ પ્રોસેસ કરવામાં આવી છે. રોકાણકારોને રાજ્યો સંબંધિત વિવિધ ૨૬ મંજૂરીઓ અને અનુપાલન માટે માત્ર એક જ અરજી ફોર્મ સબમિટ કરવાની જરૂર રહેશે.
૪૪. રાજ્યમાં પારદર્શીતા અને ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસને વેગ આપવા સેન્ટ્રલાઇઝડ ઇન્સ્પેકશન સિસ્ટમનો નવતર પ્રયોગ હાથ ધરવામાં આવેલો છે.
૪૫. ૨૦૧૫ની પોલીસી અંતર્ગત જે પ્રોજેકટસ અમલીકરણના વિવિધ તબક્કે છે તેમને ઉત્પાદૃનમાં જવા અને પ્રોજેકટ પૂર્ણ કરવા નવી ઇન્ડસ્ટ્રીયલ પોલીસી જાહેર થયાના ૧ વર્ષ સુધીમાં કાર્યરત કરવાનો સમય આપવામાં આવશે. જ્યારે કોમન ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટસને પ્રોજેકટ પૂર્ણ કરવા નવી ઇન્ડસ્ટ્રીયલ પોલીસી જાહેર થયાના ૨ વર્ષમાં કાર્યરત કરવાનો સમય આપવામાં આવશે.