સરકારનો યુ ટર્ન: સોસાયટી કે લેટોમાં આરતી માટે પોલીસની મંજૂરી જરૂરી નહીં

  • કોરોનાકાળ વચ્ચે આજથી માં આદ્યશક્તિની આરાધનાના પર્વ નવરાત્રીનો પ્રારંભ

કોરોનાકાળ વચ્ચે દેશમાં આજથી નવરાત્રીનો પ્રારંભ થવા જઈ રહૃાો છે. નવરાત્રીનો પર્વ ૯ દિવસ સુધી મનાવવામાં આવે છે. દરરોજ અલગ અલગ માતા એટલે કે દેવીને સમર્પિત છે. એવું કહેવાય છે કે, નવરાત્રીના પ્રથમ ત્રણ દિવસમાં મા દુર્દૃાની ઉર્જા અને શક્તિની પૂજા કરવામાં આવે છે. ચોથા, પાંચમાં અને છઠ્ઠા નોરતે લક્ષ્મીજી અને જીવમાં શાંતિ આપનાર દેવીની પૂજા કરવામાં આવે છે. નવરાત્રીના સાતમાં દિવસે કલા અને જ્ઞાનની દેવીની પૂજા કરવામાં આવે છે. આઠમના દિવસે માત મહાગૌરીની પૂજા કરવામાં આવે છે અને અંતિમ દિવસ એટલે કે નોમના દિવસે માં સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે.

નવરાત્રિને લઇ ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. સોસાયટી કે લેટોમાં આરતી કે પૂજા માટે પોલીસની મંજૂરી લેવી જરૂરી નહીં. પરંતુ જાહેર સ્થળો કે માર્ગો અને સાર્વજનિક સ્થાનોમાં માતાજીના સ્થાપન માટે તેમજ આરતી કે પૂજા માટે પોલીસની મંજૂરી ફરજિયાત લેવી પડશે. અત્રે નોંધનીય છે કે, અગાઉ કોરોનાની ગાઇડલાઇનને ધ્યાને રાખી નવરાત્રિમાં દરેક સોસાયટી અને લેટમાં આરતી અને પૂજાનાં એક કલાકના કાર્યક્રમ માટે ફરજિયાત પોલીસ પરમિશન લેવાની હતી. એ માટે સોસાયટીના લેટરપેડ પર સોસાયટીના ચેરમેન અને સેક્રેટરીએ ફરજિયાત પોલીસની પરમિશન લેવા જવાનું હતું. પરંતુ હાલમાં જ રાજ્ય સરકારે નવરાત્રિમાં સોસાયટી કે લેટોમાં આરતી માટે પોલીસની પરવાનગી નહીં લેવી પડે તેવો નિર્ણય કર્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલાં જો સોસાયટી કે લેટમાં એક કલાકની આરતી કે પૂજાના કાર્યક્રમનું આયોજન કરવું હોય તો ફરજિયાત પોલીસની પરવાનગી લેવાની હતી. એ માટે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં અરજી કરવાની હતી. જે અંગે પોલીસ દ્વારા ગાઈડલાઈન પણ આપવામાં આવત. સાથે જો કોઇ સોસાયટીએ એક કલાકનાં આરતી અને પૂજાના કાર્યક્રમ માટે પરમિશન ના લીધી હોત તો તેમની સામે જાહેરનામાંના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવત. પરંતુ અંતે રાજ્ય સરકારે જ નવરાત્રિની પૂજા-આરતીને લઇને મહત્વની જાહેરાત કરી દૃીધી છે. જેમાં જાહેર માર્ગો સિવાય સોસાયટી કે લેટોમાં આરતી-પૂજા માટે પોલીસની મંજૂરી લેવી આવશ્યક નહીં હોવાની રજૂઆત કરી છે.

આ ઉપરાંત અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે પણ નવરાત્રિને લઇ નિવેદન આપતા જણાવ્યું હતું કે, ગરબાની પરમિશન નથી આપવામાં આવી. એક કલાકનાં કાર્યક્રમમાં સોસાયટી અને લેટમાં જ્યારે લોકો આરતી-પૂજા માટે ભેગાં થાય તો તેમને સોશિયલ ડિસ્ટન્સ ફરજિયાત જાળવવું પડશે. આરતીનાં સ્થળ પર સોશિયલ ડિસ્ટન્સ માટે ૬ ફૂટના અંતરનું માર્કિંગ પણ ફરજિયાત છે. આ સાથે માસ્ક અને કોરોનાની અન્ય ગાઈડલાઈનનું પણ લોકોએ ફરજિયાત પાલન કરવું પડશે.

પૌરાણિક કથા અનુસાર મહિષાસુર નામનો એક રાક્ષસ હતો જેને ખુબ જ ઘોર તપસ્યા કરીને અગ્નિદેવને પ્રસન્ન કર્યા. અને તેમની પાસેથી એવું વરદાન મેળવ્યું કે તે કોઇ પણ નર જાતિના શસ્ત્રથી મૃત્યું ન પામી શકે. આ વરદાન મેળવ્યાં બાદ તે પોતાને ભગવાન સમજવા લાગ્યો અને ત્રણેય લોકોમાં હાહાકાર મચાવી દીધો. તેને બધા જ દેવોને હરાવી દીધા અને બધા જ ઋષિઓના આશ્રમનો પણ નાશ કર્યો. ત્યાર બાદ તેને વિષ્ણુલોક અને કૈલાસ જીતવાનો પણ નિશ્ર્ચય કર્યો. આ વાતની જાણ દેવોને થઈ તો તેઓ બધાં ગભરાઈ ગયાં અને તેઓ ભગવાન શિવ પાસે ગયાં. શિવજીએ બધાને દેવી શક્તિની આરાધના કરવા માટે કહૃાું અને તેમને જણાવ્યું કે આ મુસીબતમાંથી તમને દેવી શક્તિ જ ઉગારી શકે તેમ છે. બધા દેવોએ દેવી શક્તિની આરાધના કરીને તેમને પ્રસન્ન કર્યાં અને દેવીએ બધા દેવોને નિર્ભય રહેવા માટે કહૃાું. ત્યાર બાદ દેવી શક્તિએ નવ દિવસ સુધી મહિષાસુર સાથે યુધ્ધ કર્યું અને દસમા દિવસે તેનો નાશ કર્યો હતો. તેથી દેવી શક્તિને મહિષાસુર મર્દિનીના નામથી પણ ઓળખાય છે. ત્યાર બાદ બધા દેવો અને ત્રણેય લોકોએ ઉત્સવ મનાવ્યો હતો જેને આપણે આજે પણ દશેરા તરીકે ઉજવીએ છીએ.