સરકારી અનાજના જથ્થાને બારોબાર વેચી દૃેવાનું કૌભાંડ આવ્યું બહાર, ત્રણ શખ્સની ધરપકડ

શાહીબાગ વિસ્તારના ગરીબ રેશનકાર્ડધારકોને આપવાના સરકારી ઘઉં અને ચોખાને બારોબાર વેચી દૃેવાનું કૌભાંડ સેક્ટર ૨ જેસીપી સ્ક્વોડની ટીમે ઝડપી પાડ્યું છે. પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. શાહીબાગ સરકારી અનાજના ગોડાઉનમાંથી ૧૬૦૦૦ કિલો ઘઉં અને ચોખા ભરી નરોડા જીઆઇડીસી ફેઝ ૩માં આવેલા ગોડાઉનમાં લાવી માલ સગેવગે કરવાના હતા. પોલીસે મહિલા દૃુકાનદાર તેના વહીવટદાર અને ટ્રક માલિક સહિત ૫ સામે ગુનો નોંધી ત્રણની ધરપકડ કરી છે.
સેક્ટર ૨ જેસીપી ગૌતમ પરમારની સ્ક્વોડને બાતમી મળી હતી કે, નરોડા જીઆઇડીસી ફેઝ ૩માં મૂડસોનિક કંપનીની બાજુના ગોડાઉનમાં ગેરકાયદૃેસર રીતે સરકારી અનાજનો જથ્થો લાવવામાં આવ્યો છે. જેથી PSI વી.એન .હરકટ અને ટીમે નરોડા જીઆઇડીસી ખાતે ગોડાઉનમાં દરોડો પાડતાં સરકારી રેશિંનગના આશરે ૧૬ હજાર કિલો ઘઉં અને ચોખા ભરેલી ટ્રક મળી આવી હતી. ટ્રક ડ્રાઈવર સુખબીર તોમર (રહે. મેઘાણીનગર), ટ્રક માલિક મદનલાલ તૈલી (રહે. નરોડા ) અને ગોડાઉન માલિક મહેશ નાથાણી (રહે. કુબેરનગર) મળી આવ્યા હતા. ત્રણેયની પૂછપરછ કરતા શાહીબાગ ઘોડાકેમ્પ ખાતે આવેલા સરકારી અનાજના ગોડાઉનમાંથી ટ્રક ભરી શાહીબાગ સનરાઇઝ પાર્ક ખાતે ગીતાબેન ચુનારાની સરકારી અનાજની દૃુકાને લઇ જવાનો હતો.
ટ્રક માલિક મદન તૈલીએ આ જથ્થો ગીતાબેનના ત્યાં ઉતારવાની જગ્યાએ ગોડાઉનમાં લાવવા કહૃાું હતું. જેથી આ જથ્થો અહીંયા લાવ્યા હતા. પોલીસે આ બાબતે પુરવઠા ખાતાના અધિકારીને જાણ કરી હતી. વધુ પૂછપરછ કરતાં જથ્થો ગીતાબેનના દૃુકાને લાવવાનો હતો પરંતુ દૃુકાનના વહીવટદાર પરષોત્તમ તિવારીએ ગરીબોનો સરકારી અનાજનો જથ્થો ટ્રક માલિક મદન તૈલીને ગમે તે વેપારીને વેચી દૃેવા કહૃાું હતું. પોલીસ અને પુરવઠા વિભાગે સમગ્ર જથ્થો સીઝ કરી ત્રણ શખ્સની ધરપકડ કરી છે. જ્યારે દૃુકાન માલિક અને વહીવટદારની ધરપકડ કરવા તજવીજ શરૂ કરી છે.