સરકારી બાબુઓ સાવધાન: કામ ન કરનારને સરકાર ફરજિયાત નિવૃત્ત કરી દૃેશે

  • રિવ્યુ કમિટી બનાવવા કેન્દ્રનો આદૃેશ
  • ૫૦ વર્ષથી મોટી ઉમરના કર્મચારીઓની કામગીરીની દર ત્રણ મહિને સમિક્ષા થશે, જો કોઈ કર્મચારી નબળો દૃેખાવ કરતો હશે તો તેને ફરજીયાત નિવૃત્ત કરી દૃેવાશે

    સરકારમાં કામચોરી અને ભ્રષ્ટાચાર અટકાવવા માટે નરેન્દ્ર મોદી સરકારે કડક પગલું ભર્યું છે. ૫૦ વર્ષની ઉમરના અથવા જે લોકો ૩૦ વર્ષથી સરકારી નોકરીમાં છે તેવા અધિકારીઓની કામગીરી નબળી જણાશે તો જનહિતમાં તેમને ફરજીયાત નિવૃત્ત કરી દૃેવામાં આવશે. આ સંદર્ભમાં મિનિસ્ટ્રી ઓફ પર્સોનેલ, પબ્લિક ગ્રિવન્સિસ એન્ડ પેન્શન્સ દ્વારા ૨૮ ઓગસ્ટે વિસ્તૃત ગાઈડલાઈન્સ જાહેર કરી છે અને કેન્દ્ર દરકારના દરેક મંત્રાલય અને વિભાગોને તાત્કાલિક અસરથી તેનો કડક અમલ કરવા માટે કહેવામાં આવ્યું છે.
    જાહેર થયેલી ગાઈડલાઈન્સ મુજબ જે સરકારી અધિકારીઓની ઉમર ૫૦ વર્ષની છે તેમજ જે અધિકારીઓ ૩૦ વર્ષથી નોકરીમાં છે તેમની કામગીરીનો રેકોર્ડ રાખવાનો રહેશે. આ રેકોર્ડને રિવ્યુ કરવા માટે વિભાગોમાં એક ખાસ કમિટી બનાવવા કહેવામાં આવ્યું છે. આ કમિટી દર ત્રણ મહિને રેકોર્ડની સમિક્ષા કરશે અને જો અધિકારીનું પરફોર્મન્સ નબળું જણાશે તો તેમને સમય પહેલા જ નિવૃત્ત કરી દૃેવામાં આવશે.
    ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનેલ એન્ડ ટ્રેનિંગના મેમોરેન્ડમમાં જણાવાયું છે કે ફંડામેન્ટલ રાઇટ્સ ૫૬(J), ૫૬(L) અથવા પેંશનના નિયમો ૪૮ (૧) (B) હેઠળ લોકહિતમાં જરૂર પડે તો સરકાર કોઈપણ કર્મચારી કે અધિકારીને નિવૃત્ત કરવાનો અધિકાર ધરાવે છે. સિનિયર અધિકારીઓ દ્વારા જે તે કર્મચારી અને અધિકારીઓની કામગીરી ચકાસવામાં આવશે. જો કામગીરી નબળી દૃેખાશે તો સરકાર સમિક્ષાના આધારે તેને ફરજીયાત નિવૃત્ત કરશે.
    સરકારે આ વર્ષની શરૂઆતમાં જ સંકેતો આપી ધીધા હતા કે કામ ન કરતા અને નબળું પરફોર્મન્સ ધરાવતા કર્મચારીઓ સામે કડક કામગીરી કરવામાં આવશે. સરકારી કર્મચારીઓની ઢીલી નીતિ અંગે સરકારને અવારનવાર ફરિયાદૃો મળતી રહે છે અને સરકાર પોતે પણ આ અનુભવમાંથી પસાર થાય છે તેને જોતા કામગીરીની સમિક્ષાના આધારે ફરજીયાત નિવૃત્તિ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તેમ જાણકારોનું માનવું છે.