સરકારી શાળાઓમાં વેકેશન દરમિયાન પણ શાળાની કચેરી ખુલ્લી રાખવી જોઇએ

સાવરકુંડલા,
હમણાં તમામ શાળાઓમાં ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે. વાર્ષિક પરીક્ષા પરિણામ અપાઈ ગયા બાદ તરતજ લગભગ પચાસેક દિવસનું વેકેશન હોય.હવે આ વેકેશન દરમ્યાન કોઈ વાલીને અંગત કારણોસર પોતાનાં બાળકનું લિવિંગ સર્ટિ જોતું હોય તો વેકેશન ખૂલે ત્યાર આવજો એવો જવાબ મળે છે, બીજી તરફ પોતાનાં બાળકને પ્રાથમિક માં દાખલ કરવામાં હોય તો આખું વેકેશન ધકકા ખાવા છતાં આચાર્ય નાં દર્શન દુર્લભ હોય છે. હવે જો વાલીને દુર સિટી માં ધંધાર્થે ઓચિંતા જવું હોય તો જો વેકેશનમાં સર્ટિ ન મળે એટલે શહેરમાં વેકેશન ખુલ્યે ખાનગી શાળામાં પ્રવેશ મેળવવા મુશ્કેલ બની જાય.આ બાબતે નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારી અમરેલી સોલંકી અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી નીનામાં પાસેથી જાણવા મળ્યું કે, સરકારી પ્રાથમિક શાળાઓમાં નિયમ જ એવો છે કે, જો ફુરસત હોય તો ઓફિસ ખૂલે. બાકી વેકેશન દરમિયાન નિયમિત ઓફિસ ખોલવી એવો કોઈ ધારો નથી…!! બીજી તરફ તમામ માધ્યમિક શાળાઓમાં આચાર્ય, કલાર્ક, પટ્ટાવાળા ને આખું વેકેશન નિયમિત ઓફિસ માં ફરજિયાત હાજર રહેવુ જ પડે, જેથી વાલી કે વિદ્યાર્થી ને કોઈપણ જરૂર હોય તો તરતજ તેનું નીરાકરણ આવે.આવો નિયમ ખરેખર તમામ પ્રાથમિક શાળાઓમાં પણ લાગુ હોવો જોઈએ. અને આખું વેકેશન કોઈપણ એક જવાબદાર વ્યક્તિ ઓફિસ માં હાજર રહે.