સરકાર ઔદ્યોગિક ઓક્સિજન પ્લાન્ટો રિકવીઝીટ કરે

  • ગુજરાતભરમાં સર્જાયેલી ઓક્સિજનની તંગીમાં અમરેલી પણ બાકાત નથી
  • અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિક વેકરીયાએ સરકારમાં અસરકારક રજુઆત કરી : 10 થી 15 ઉદ્યોગ કરતા હજારો માનવ જિંદગીઓ બચાવવી વધુ મહત્વની છે

અમરેલી, જેવી રીતે કોરોનામાં રેમડેસીવીર ઇન્જેક્શનની અછત છે અને લોકો ઇન્જેક્શન માટે ફાંફા મારી રહયા છે તેવી જ સ્થિતી ઓક્સિજનની થઇ રહી છે અમરેલીમાં પણ બે દિવસથી ઓક્સિજનની કારમી તંગીનો લોકો સામનો કરી રહયા છે અને અમરેલીની શાંતાબા ગજેરા હોસ્પિટલમાં ઓક્સિજન જે માત્રામાં મળી રહયો છે તે પણ કલેકટર અને એસપીશ્રીના પ્રયાસોને કારણે અને મેનેજમેન્ટની મહેનતથી આવી રહયો છે નહીતર અમરેલીની પણ ભાવનગર જેવી હાલત થઇ શકે છે આવા સંજોગોમાં અમરેલી જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી કૌશિક વેકરીયાએ સરકારમાં અસરકારક રીતે રજુઆત કરી છે કે ઉદ્યોગો માટેના ઓક્સિજન પ્લાન્ટને સરકાર રિકવીઝીટ કરે અને પોતાના હસ્તક લઇ લે તો ઓક્સિજનની અછત નિવારી શકાય તેમ છે શ્રી કૌશિક વેકરીયાએ શ્રી પરશોતમભાઇ રૂપાલા, શ્રી વિજયભાઇ રૂપાણી, શ્રી નિતીનભાઇ પટેલ, શ્રી દિલીપભાઇ સંઘાણી સહિતને આ માટે યોગ્ય કરવા રજુઆત કરી લોકોની જિંદગી બચાવવા ત્વરીત પગલા લેવા માંગણી કરી છે.