સરકાર કડક નિર્ણય લેતી જોવા મળે

તા. ૧૪.૪.૨૦૨૨ ગુરુવાર, સંવંત ૨૦૭૮  ચૈત્ર સુદ  તેરસ, પૂર્વાફાલ્ગુની   નક્ષત્ર, વૃદ્ધિ યોગ, કૌલવ  કરણ આજે બપોરે ૩.૫૩ સુધી  જન્મેલાંની  ચંદ્ર રાશિ સિંહ (મ,ટ) ત્યારબાદ કન્યા (પ ,ઠ ,ણ).

મેષ (અ,લ,ઈ) : કુટનિતિજ્ઞ રસ્તાઓ અપનાવવા પડે,બુદ્ધિપૂર્વક નિર્ણય લેવા.
વૃષભ (બ,વ,ઉ) : પ્રણયમાર્ગે આગળ વધી શકો,મનની વાત વ્યક્ત કરી શકો.
મિથુન (ક,છ,ઘ) :  જમીન મકાન વાહન સુખ સારું રહે,દિવસ પ્રગતિકારક રહે.
કર્ક (ડ,હ)       : નવા કાર્યમાં આગળ વધી શકો,રચનાત્મક કામગીરી કરી શકો.
સિંહ (મ,ટ) :  આર્થિક બાબતો માં મધ્યમ રહે,આવકના નવા સ્ત્રોત્ર વિચારી શકો.
કન્યા (પ ,ઠ ,ણ) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.
તુલા (ર,ત) : દૂર દેશ થી સારા સમાચાર મળે,નવા સંપર્કો સાથે વાત થાય.
વૃશ્ચિક (ન ,ય) : નવા વિચાર થી મન સારું રહે ,પરિવાર સાથે આનંદ માણી શકો.
ધન (ધ,ભ,ફ,ઢ ): નોકરિયાતવર્ગે ઉપરી અધિકારીઓ સાથે મતભેદ નિવારવા સલાહ છે.
મકર (ખ,જ) : ધ્યાન-યોગ-મૌન થી લાભ થાય,આધ્યાત્મિક ચિંતન થાય,શુભ દિન.
કુંભ (ગ ,સ,શ) : મિશ્ર અનુભવ આપતો દિવસ,નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે.
મીન (દ,ચ,ઝ,થ): વિવાહયોગ્ય મિત્રો માટે સારી  વાત આવી શકે છે,સુંદર દિવસ.

જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

અગાઉ લખ્યા મુજબ ૧૪ એપ્રિલના રોજ સૂર્ય મહારાજ મેષ રાશિમાં પવેશ કરશે. મેષ રાશિમાં સૂર્ય મહારાજ ઉચ્ચના બને છે. મંગળના ઘરમાં તે ઉર્જાથી કામ કરે છે અને સરકાર આ દરમિયાન કડક નિર્ણય લેતી જોવા મળે. જ્યાં જ્યાં સરકારો અસ્થિર બની છે ત્યાં ફરીથી સરકાર સ્થિર થતી જોવા મળે. મેષ રાશિમાં સૂર્ય અને બુધ, રાહુ સાથે યુતિ કરતા જોવા મળશે. સૂર્યના પાવરથી જે સત્તા પર બિરાજમાન હોય છે તે કેટલાક ચોક્કસ એથિક્સ સાથે કામ કરતા જોવા મળે છે રાહુથી જે સત્તા પ્રાપ્ત થાય છે તેમાં રાહુનું ધ્યેય માત્ર સત્તા હોય છે તેને કઈ રીતે ત્યાં પહોંચવું તે માર્ગ વિષે કોઈ છોછ હોતો નથી. રાહુ તેની મંજિલ સુધી પહોંચવા માટે કોઈ પણ રસ્તો લઇ શકે છે જયારે સૂર્ય ચોક્કસ નીતિનિયમ મુજબ ચાલીને આગળ આવે છે. સૂર્ય અને રાહુ સાથે મળી ગ્રહણ યોગની રચના કરે છે. જે મિત્રોની કુંડળીમાં ગ્રહણ યોગ હોય છે તેઓની વિચારસરણીમાં વિરોધાભાસ જોવા મળે છે વળી સૂર્ય અને રાહુ સાથે હોવાથી તે ક્યારેક વધુ પડતા આત્મવિશ્વાસમાં આવી જાય છે કે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય કરી શકતા નથી પરંતુ તેઓમાં કેન્દ્રસ્થાને પહોંચવાની ઈચ્છા હોય છે જે તેઓ પુરી પણ કરે છે. સૂર્ય અને રાહુ જો દશમાં સ્થાને હોય તો જાતકને શરૂઆતમાં સંઘર્ષ આપીને પણ તેના ક્ષેત્રમાં આગળ લાવે છે તેવું મેં અનેક કુંડળીમાં જોયું છે. આવા મિત્રો જડતાથી પોતાની વાત ને વળગી રહેતા જોવા મળે છે અને પોતાની કારકિર્દી બાબત માં વધુ પડતું વિચારતા હોય છે.