સરકાર દ્વારા માછીમારોને વિશ્વાસમાં લીધા વગર કાયદામાં ફેરફારો કરાતા વ્યાપેલો રોષ

  • માછીમારોની સ્થિતિ અત્યંત દયનીય બની : રોજીરોટીની વિકટ સમસ્યા સર્જાઇ

રાજુલા,

સમગ્ર ગુજરાત ના દરિયા કિનારે માછીમારો નો મોટો પ્રમાણ મા વસવાટ છે તેવા સમયે રાજય સરકાર ખેડુતો ને પૂરતી સહાય અને સુવિધા આપે છે ત્યારે સાગર ખેડૂત ને કેમ કોઈ પૂરતી સુવિધા નથી અપાતી તેવો માછીમાર સમાજ મા ગણગણાટ શરૂ થયો છે જ્યારે જાફરાબાદ શિયાળ બેટ સહિત વિસ્તાર ના માછીમારો મા રોષ જોવા મળી રહ્યો છે રાજય સરકાર કે કેન્દ્ર સરકાર હોય માછીમારો ની રજુઆત હતી કે ફિશરીજ એક્ટ મા ફેરફાર કરવા મા આવે ત્યારે માછીમારો ને વિશ્વાસ મા લય ફેરફાર કરે તેવી રજુઆત હતી છતા વિશ્વાસ મા લીધા વગર કેટલાક ફેરફારો કર્યા છે તેના કારણે વધુ મુશ્કેલી મા મુકાયા છે અત્યાર સુધી લોક ડાઉન મા રોજગારી વગર માછીમારી સમાજ એ આ રીતે કપરો સમય કાઢયો અને હવે આગાહી ના કારણે ઘરે બેસ્યા છે ત્યારે રોજગારી વંચિત સાગર ખેડૂતો જોવા મળી રહ્યા છે ત્યારે રાજ્ય સરકાર સમક્ષ જાફરાબાદ માછીમાર સમાજ અને બોટ એસોશ્ય દ્વારા માંગ કરાય છે 1/6 ને બદલે આગળ માછીમારી કરવા ની મંજૂરી આપે તેવી સમગ્ર સાગર ખેડૂતો ની માંગ છે.