સરકાર વધુ ૬ ઉપજની ટેકાના ભાવે કરશે ખરીદી, નોંધણી-ખરીદીની તારીખો જાહેર

  • ટેકાના ભાવ મામલે રૂપાણી કેબિનેટનો મોટો નિર્ણય
  • ૧૩ લાખ ૬૬ હજાર મેટ્રીક ટન મગફળી ખરીદાશે
  • ડાંગર ૧૦૬૮ રૂ પ્રતિ ક્વિન્ટલ, મકાઈ ૧૮૫૦ રૂ પ્રતિ ક્વિન્ટલ, બાજરી ૨૧૫૦ રૂ પ્રતિ ક્વિન્ટલ, અડદ ૬ હજાર રૂ પ્રતિ ક્વિન્ટલ, સોયાબિન ૩૮૦૦ પ્રતિ ક્વિન્ટલ

    રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમા રાજ્યમાં નવરાત્રિને મંજૂરી આપવી કે નહી.. તેમજ અનલોક- પાંચની એસઓપી અંગે ચર્ચા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ ઉપરાંત ડિજીટલ સેવા સેતુ યોજના, કોરોના મહામારી, મગફળી ખરીદ પ્રક્રિયા અંગે ચર્ચા કરવામાં આવી હતી. નોંધનીય છે કે રાજ્ય સરકારની કેબેનિટ મિટીંગમાં મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. નોંધનીય છે કે ટેકાના ભાવ મામલે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં ગુજરાત રાજ્ય સરકાર ખેત ઉત્પાદનના ટેકાના ભાવમાં સરકાર વધારો કરી રહી છે. તેવું કૃષિ મત્રી આરસી ફળદુએ મહત્વનું નિર્ણય આપ્યું છે. ઉલ્લેખનીય છે કે મકાઈની ખરીદી ૧ હજાર ૮૫૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલે ખરાદીશે. ૧૩ લાખ ૬૬ હજાર મેટ્રિક ટન મગફળી ખરીદાશે. ઉલ્લેખનીય છે કે આરસી ફળદુએ જણાવ્યું કે ખેડૂતોના હિતમાં સરકાર કાર્ય કરે છે,
    ડાંગર ,મકાઈ, મગફળી માટે ઓનલાઈન નોંધણી કરવામાં આવશે. ત્યારે બીજી તરફ ૯૨ સેન્ટર ડાંગર માટે, ૬૧ સેન્ટર મગફળી માટે અને ૫૭ સેન્ટર બાજરી માટે ફાળવવામાં આવ્યા છે. બેઠક બાદ કૃષિ મંત્રી આર.સી.ફળદુએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી ખેડૂતના હિતમાં સરકાર કામ કરી રહી હોવાનું જણાવ્યું. ફળદુએ જણાવ્યું કે કેન્દ્રમાં મોદી સરકાર હેઠળ ભાજપની સરકાર છે ત્યારથી ગુજરાત અને દેશના ખેડૂતના હિતમાં નિર્ણય લેવાય છે. ખેડૂતો જે પાક ઉત્પાદન કરે છે અને તેમને જે ટેકાના ભાવ આપવામા આવે છે, તેમાં વર્ષ ૨૦૧૪થી સતત વધારો કરવામાં આવી રહૃાાં છે. વધુમાં કૃષિ મંત્રીએ કહૃાું કે જણસીના ઉત્પાદનના ૨૫ ટકા ખરીદી કરવાની પરનાવગી આપવામાં આવી છે. મગફળી ખરીદી માટે ૧૩ લાખ ૬૬ હજાર પરવાનગી જ્યારે ડાંગરની ખરીદી માટે ૧૮૦૦ પ્રતિ ક્વિન્ટલની મંજૂરી આપવામાં આવી છે. બાજરી ૨ હજાર પ્રતિ કિવન્ટલના ભાવથી ખરીદાશે. આ પાકોની ખરીદી નાફેડ કરશે અને રાજય સરકાર મદદ કરશે.