સરકાર સીસીસી,સીસીસી+ પાસ કરનારને ઉચ્ચ પગારનો લાભ આપશે

કોરોના મહામારી વચ્ચે રાજ્ય સરકારે શિક્ષકો માટે અતિ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. નોન ગ્રાન્ટેટ ઉચ્ચ માધ્યમિકના શિક્ષકો માટે આ નિર્ણય લેવાતા તેઓ ખુશખુશાલ થયા છે. રાજ્ય સરકારે શિક્ષકો માટે લીધેલા નિર્ણયમાં હવે સીસીસી, સીસીસી+ પાસ કરનારને ઉચ્ચ પગારનો લાભ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સરકારની આ જાહેરાતનો લાભ ૧-૭-૨૦૧૬થી ૩૧-૧૨-૨૦૨૦ દરમિયાન સીસીસી, સીસીસી+ પાસ કરનારને લાભ મળશે. જ્યારે ૩૧-૧૨- ૨૦૨૦ પછી જેણે સીસીસી, સીસીસી+ પાસ પાસ કર્યું હશે તેને સમય પ્રમાણે લાભ અપાશે. બિનશૈક્ષણિક સ્ટાફને પણ ઉચ્ચ પગારનો લાભ મળશે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે રાજ્યમાં નોન ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો માટે આજે એક સારા સમાચાર મળી રહૃાા છે. શિક્ષકો અને બિનશૈક્ષણિક સ્ટાફ માટે રાજ્ય સરકારે પગાર વધારાનો લાભ આપતા તેઓ ખુશખુશાલ થયા છે. પરંતુ ૧-૭-૨૦૧૬થી ૩૧-૧૨-૨૦૨૦ દરમિયાન શિક્ષકોએ કોમ્પ્યુટર કૌશલ્યની કસોટી પાસ કરેલ હોવી ફરજિયાત છે. રાજ્યમાં નોન ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષકો અને બિનશૈક્ષણિક સ્ટાફ માટે રૂપાણી સરકારે આ નિર્ણય લીધો છે.
નોન ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષક અને અન્ય કર્મચારીઓ ૧- ૭ -૨૦૧૬ થી ૩૧- ૧૨ -૨૦૨૦ દરમિયાન સીસીસી કે સીસીસી+ ની કોમ્પ્યુટર કૌશલ્યની કસોટી પાસ કરી હશે તો તેઓને મૂળ પાત્રતાની તારીખથી ઉચ્ચ પગારનો લાભ મળશે. જે શિક્ષકો કે બિનશૈક્ષણિક કર્મચારીઓ કોમ્પ્યુટર કૌશલ્યની પરીક્ષા ૩૧ -૧૨ -૨૦૨૦ પછી પાસ કરશે તો જે તારીખ કે પાસ કરશે તે તારીખથી ઉચ્ચતર પગાર ધોરણનો લાભ આપવામાં આવશે.