સરકાર LICમાં ૧૦ ટકા હિસ્સો વેચવાની તૈયારીમાં: મોટી સંખ્યામાં બોનસ શેર પણ જાહેર કરશે

LICમાં સરકાર પોતાનો કુલ ૧૦ ટકા હિસ્સો વેચવાની સાથે મોટી સંખ્યામાં બોનસ શેર પણ જાહેર કરી શકે છે. એટલું જ નહીં રિટેલ રોકાણકારોને સરકાર ખાસ ઓફર પણ આપી શકે છે. મીડિયા રિપોર્ટસના જણાવ્યા અનુસાર વિત્ત મંત્રાલયે કેબિનેટ માટે અંતિમ પ્રસ્તાવ પણ તૈયાર કરી દીધો છે. જે હેઠળ LIC એક્ટમાં જરૂરી બદૃલાવ કરવામાં આવશે. સુત્રોએ જણાવ્યું કે, LICમાં સરકારનો ૨૫ ટકા હિસ્સો વેચવાની તૈયારીમાં છે. સરકાર IPO મારફતે આ હિસ્સો વેચી શકે છે. સરકાર શરૂઆતમાં બોનસ જાહેર પણ કરી શકે છે.
સુત્રએ જણાવ્યું કે, સરકાર ૨૫ ટકા હિસ્સો એક કે વધારે હપ્તામાં વેચી શકે છે. પેઈડ અપ કેપિટલ ખુબ જ નાનું હોવાને કારણે ઈક્વિટીને રિસ્ટ્રક્ચર કરવાની જરૂર છે. ઈક્વિટીને રિસ્ટ્રક્ચર માટે બોનસ મારફતે રોકાણ લાવવાનો પ્રસ્તાવ છે. સુત્રો પ્રમાણે આ ઓફરમાં રિટેલ ઈન્વેસ્ટપર્સ અને કર્મચારીઓ માટે ૧૦ ટકા સુધી ડિસ્કાઉન્ટ પણ સંભવ છે અને રિટેલ ઈન્વેસ્ટર્સ અને કર્મચારીઓ માટે ૫ ટકા સુધી શેર રિઝર્વ રાખી શકે છે.
સુત્રો પ્રમાણે આ વેચાણ માટે LIC છષ્ઠં ૧૯૫૬માં ૬ મોટા બદલાવ કરશે. LIC છષ્ઠં ૧૯૫૬માં શેરહોલ્ડર્સ વચ્ચે નફો વેચવા, ઓથોરાઈઝ્ડ કેપિટલ અને ઈશ્યુડ કેપિટલ પ્રાવધાનને સામેલ કરવા. મેનેજમેન્ટ બોર્ડમાં બદૃલાવ માટે જરૂરી પ્રાવધાન જોડવામાં આવશે. તેના પર કેબિનેટ ડ્રાટ નોટ જાહેર થઈ ગયું છે જેને જલ્દી મંજૂરી પણ મળી જશે. સંસદૃમાં આગામી સત્રમાં મની બિલ રીતે એક્ટમાં બદલાવ રજૂ થઈ શકે છે.
વેલ્યુએશ પ્રમાણે LIC બીજી ઈન્સ્યોરન્સ કંપનીઓના મુકાબેલ ક્યા સ્થાને આવે છે તેના પર નજર કરીએ તો LICનું માર્કેટ કેપ ૯.૯ લાખ કરોડ રૂપિયાથી ૧૧.૫ લાખ કરોડ રૂપિયા છે. ઈન્સ્યોરન્સના કુલ એસેટ ૩૭ લાખ કરોડ રૂપિયા છે. ૩૭ લાખ કરોડમાં LICનો હિસ્સો ૩૩ લાખ કરોડ રૂપિયા છે.