સરથાણાની હનીટ્રેપનાં આરોપીને ગણતરીની કલાકોમાં સીમરણથી પકડી પાડતી અમરેલીની પેરોલ ફર્લો સ્ક્વોર્ડ

અમરેલી,પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના ઇ.ચા પો.સબ.ઇન્સ. શ્રી આર.કે.કરમટાના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના એ.એસ.આઇ બળરામભાઇ પરમાર તથા એ.એસ.આઇ. શ્યામકુમાર બગડા તથા હેડ કોન્સ. જયપાલસિંહ ઝાલા તથા હેડ કોન્સ. અજયભાઇ સોલંકી તથા હેડ કોન્સ. જયદીપસિંહ ચુડાસમા તથા પો.કોન્સ. જીગ્જ્ઞેશભાઇ પોપટાણી તથા પો.કોન્સ. જનકભાઇ કુવાડીયા નાઓની ટીમ નાસતા ફરતાં આરોપીઓને પકડવા લગત પ્રેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ચોક્કસ બાતમી આધારે સુરત શહેર સરથાણા પો.સ્ટે. ગુ.ર.નં. ભાગ-એ-111210008210733/2021 IPC કલમ. 384, 389,170, 507, 120(બી) આઇ.ટી. એકટ 66(સી),66(બી), 67 વિ. મુજબના હનીટ્રેપના ગુન્હામાં નાસતાં ફરતાં આરોપીને સાવરકુંડલા તાલુકાના સીમરણ ગામેથી સંદિપ નનકુભાઇ વાળા ઉ.વ.25 ધંધો-મજુરી રહે.સીમરણ તા.સાવરકુંડલા જી.અમરેલી વાળાને પકડી પાડી કડક પુછપરછ હાથ ધરી છે.