સરદારનગરમાંથી દારૂ બનાવી વેચતી ફેક્ટરી પકડાઈ, રૂ.૯૫ હજારનો મુદ્દામાલ કબજે

સરદારનગર છારાનગરમાં લાંબા સમયથી ધમધમતી દૃેશી દારૂ બનાવવાની ફેકટરી સ્ટેટ મોનિટિંરગ સેલની ટીમે પકડી પાડી હતી. ફેકટરીમાંથી દારૂ બનાવવા માટે વપરાતા ૩૦ પીપડા, ૩૫ ગેસ સિલિન્ડર,૧૦,૨૫૦ લિટર દારૂ ગાળવાનો વોશ તેમજ ૨૦૩ લિટર દૃેશી દારૂ મળીને રૂ.૯૫ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ફેકટરીમાંથી રોજને ૧ લાખ લિટર દૃેશી દારૂ બનાવીને નાના – નાના બુટલેગરોને વેચવામાં આવતો હતો. આ દરોડામાં સ્થળ પરથી પોલીસે નવનીત ગારંગે, અજયકુમાર મહાવીરિંસહ કથીરિયા, પંકજકુમાર રામશરણ કથીરિયા અને કંચનબહેન અરિંવદભાઈ ઈન્દ્રેકરને ઝડપી લીધા હતા. જ્યારે શોભનાબહેન મુનીરભાઈ ગાંગડેકર, સુમિત્રા ઉર્ફે મહેશ ગાંગડેકર તેમજ ૨ નોકર રાજેશભાઈ અને રમેશભાઈ નાસતા ફરતા હોવાથી પોલીસે તેમની શોધખોળ શરૂ કરી છે. આ દારૂની ફેકટરી નવનીત અને શોભનાબહેન ચલાવતા હતા. તે બંને પોલીસને મહિને રૂ.૧૫ લાખના હપ્તા ચૂકવતા હોવાનું બહાર આવતા સ્ટેટ મોનિટિંરગ સેલની ટીમે તે દિશામાં તપાસ શરૂ કરી છે. સરદૃારનગર પોલીસ સ્ટેશનમાં પીઆઈ તરીકે વી.આર.ચૌધરી ને મુકવામાં આવ્યા છે. જો કે સરદારનગર વિસ્તારમાં એટલી મોટી સંખ્યામાં દારૂ-જુગારના ધંધા ચાલે છે કે પૈસાની ઉઘરાણી કરવા માટે પીઆઈ ચૌધરીએ ૬ વહીવટદાર રાખ્યા છે. જો કે સ્ટેટ મોનિટિંરગ સેલની તપાસમાં એ વાત પણ બહાર આવી છે કે સરદારનગર પોલીસની રહેમ નજર હેઠળ આ દારૂની ફેકટરી ચાલતી હતી. જેથી ડીજીપી દ્વારા પીઆઈ ચૌધરી અને તેમના વહીવટદારોને સસ્પેન્ડ કરવામાં આવશે.૩ પોલીસે રેડ પાડી ત્યારે નવનીત ફેકટરીમાં જ હાજર હતો. જો કે પોલીસને જોઈને નવનીતે તેનો ફોન ક્યાંય દૃૂર ફેંકી દૃીધો હતો અથવા તો પછી ભઠ્ઠીમાં નાખીને નાશ કરી દૃીધો હતો. જો નવનીતનો ફોન મળી આવ્યો હોત તો તેની પાસેથી કયા કયા પોલીસ કર્મચારીઓ પૈસા લેવા આવતા હતા તે સરળતાથી જાણી શકાત.