સરદાર સરોવર ડેમની જળ સપાટી વધતા ભરૂચ સહીતના ૫૨ ગામોને એલર્ટ કરાયા

  • ભરૂચમાં એક અને વડોદરામાં એક એનડીઆરએફની ટિમ તૈનાત કરવામાં આવી
  • ભરૂચમાં નર્મદા ભયજનક સપાટી નજીક પહોંચતા ૨,૦૦૦ લોકોનું સ્થળાંતર

ઉપરવાસમાં વરસાદને કારણે પાણીની આવક થવાથી હાલ સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી ૧૩૧.૦૪ મીટર પર પહોંચી છે. ઉપરવાસમાંથી ૧૦ લાખ ૧૫ હજાર ક્યુસેક પાણીની આવક થતા ડેમની જળ સપાટીમાં ૭૫ સેન્ટિમીટરનો વધારો નોંધાયો છે. ડેમના ૨૩ દરવાજામાંથી ૮,૧૪,૫૯૯ હજાર ક્યુસેક છોડવામાં આવી રહૃાું છે. નર્મદા ડેમના ૨૩ દરવાજા ખોલતાં નર્મદા નદી કાંઠા વિસ્તારના ભરૂચ,નર્મદા,વડોદરા ના ૫૨ ગામોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. ભરૂચમાં એક અને વડોદરામાં એક એનડીઆરએફની ટિમ તૈનાત કરવામાં આવી છે. ભરૂચના ગોલ્ડન બ્રિજની સપાટી વધીને ૨૨.૦૬ ફૂટ પર પહોંચી છે. જેના કારણે, ગોલ્ડન બ્રિઝની આજુબાજુના ઝૂંપડપતિ વિસ્તારોને ખાલી કારાયા છે. ૫૨ ગામોના લોકોને નદી કિનારે ન જવા માટે સૂચના આપી દેવામાં આવી છે.

જેમાં એક ટર્બાઇનમાં ૨૦૦ મેગા વોટ મુજબ ૧૨૦૦ અને કેનાલ હેડ પાવરના કુલ પાંચ ટર્બાઇનની ૫૦ મેગા વોટ વીજ ઉત્પાદન મુબજ ૨૫૦ મેગા વોટ મળીને કુલ ૧૪૫૦ મેગા વોટ વીજળીનું ઉત્પાદન થઇ રહૃાું છે.મધ્યપ્રદેશમાં ભારે વરસાદ બાદ નર્મદા નદી પરના તમામ મોટા ડેમ ભરાતા છોડાતા પાણીથી સરદાર સરોવરની સપાટી વધી છે. ઉપરવાસમાં આવેલા ઇન્દિરા સાગર ડેમ અને ઓમકારેશ્ર્વર ડેમમાંથી આશરે ૮.૧૪ લાખ ક્યુસેક જેટલું પાણી છોડાઈ રહૃાું છે. નર્મદા ડેમની સપાટી ૧૩૧.૦૪ મીટર થઈ છે.

સરદાર સરોવર નર્મદા બંધમાંથી નદૃીમાં પાણી છોડાતા વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ૬, શિનોર તાલુકાના ૪ અને ડભોઇ તાલુકાના ૩ એમ કુલ ૧૩ ગામોને સાવચેતી રાખવા અને નદી કિનારે ન જવા સૂચના આપવામાં આવી છે. નર્મદામાં છોડવામાં આવી રહેલા પાણીથી કરજણ તાલુકાના પુરા, આલમપુરા, લીલાઇપુરા, નાની અને મોટી કોરલ તથા જુના સાયર, શિનોર તાલુકાના મઢી દેવસ્થાન, અનસુયા મંદિર, માલસર અને બરકાલ તેમજ ડભોઇ તાલુકાના ચાંણોદ, કરનાળી અને નંદેરીયા ગામોને અસર થવાની સંભાવના છે તેના અનુસંધાને સંબંધિત તાલુકા મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારીઓ દ્વારા ગામોને સાવધ કરવામાં આવ્યા છે.