સરહદૃે ચીન સાથે તણાવ વચ્ચે લેહમાં ભારતીય સેના-વાયુસેનાનો સંયુક્ત યુદ્ધાભ્યાસ

લદ્દાખ,
ચીન સાથે સરહદૃે ચાલી રહેલી ભયંકર તંગદૃીલી વચ્ચે ભારતીય સેના અને ભારતીય વાયુસેનાએ લેહમાં સંયુક્ત યુદ્ધાભ્યાસ હાથ ધર્યો હતો. આ યુદ્ધાભ્યાસમાં ફાઈટર જેટ્સ અને ટ્રંસપોર્ટ વિમાનોને શામેલ કરવામાં આવ્હા છે. યુદ્ધાભ્યાસનો હેતુ બંને સેનાઓ વચ્ચે તાલમેલ વધારવાનો હતો. આ યુદ્ધાભ્યાસમાં સુખોઈ ફાઈટર જેટ્સ અને અમેરિકા પાસેથી ખરીદૃવામાં આવેલા દૃુનિયાના સૌથી અધ્યતન એવા ચિનૂક હેલિકોપ્ટર શામેલ કરવામાં આવ્યા હતાં.
ભારતીય સેના ચીન સાથેના વર્તમાન ગતિરોધના કારણે લાઈન ઓફ એક્ચ્યુલ કંટ્રોલ (ન્છઝ્ર) પર રક્ષા કવચને લઈ સહેજ પણ બાંધછોડ કરવા માંગતી નથી. વર્તમાનમાં ગલવાન ખીણ, પૈંગોગ લેક અને દૃૌલત બેગ ઓલ્ડી વિસ્તારમાં ચીની સૈન્યની હાજરી અગાઉ જેવી જ છે. જેથી ભારત કોઈ પણ સ્તરે પોતાની તૈનાતી ઓછી કરવા કે તેમાં કચાસ રાખવા નથી માંગતુ.
લદ્દાખના લેહ વિસ્તારમાં ભારતીય સેના અને વાયુ સેનાના મોટો યુદ્ધાભ્યાસમાં ભારતીય સેનાના સુખોઇ-૩૦ એમકેઆઇ અત્યાધુનિક લડાકુ વિમાન ભાગ લઇ રહૃાા છે. સાથે જ સેનાની રાસન સહિતની સામગ્રી અને સૈનિકોને ઝડપથી એક જગ્યેથી બીજી જગ્યાએ લઇ જવા માટે હરકયુલીસ અને અલગ અલગ માલવાહક વિમાન પણ ભાગ લઇ રહૃાા છે.
આ યુદ્ધાભ્યાસમાં ચીનુક હેલીકૉપટર, સ્ૈં-૧૭ હેલીકૉપટરે પણ ભાગ લીધો હતો. યુદ્ધાભ્યાસ દૃરમ્યાન સુખોઇ -૩૦એ આકાશમાં ઘેરો બનાવ્યો, ત્યારબાદૃ, સેનાના માલવાહક વિમાન રાશન સહીત ટોપ, સૈનિકોને એક જગ્યેથી બીજી જગ્યાએ લઇ જવાનું કોર્ડિનેશન બતાવ્યું હતું.
એલએસી પર તણાવ વચ્ચે ભારતીય સેનાનો આ યુદ્ધાભ્યાસ ખુબ જ મહત્વનો માનવામાં આવે છે. જાણવા મળે છે કે સેનાનો આ અભ્યાસ સતત ચાલતો રહેશે. ગત દિૃવસોમાં ચીની સેનાના અભ્યાસનો વિડીયો પણ સામે આવ્યો હતો.