સરહદૃે તણાવ વચ્ચે નેપાળના વડાપ્રધાને મોદી સાથે ટેલિફોનિક વાતચીત કરી

સરહદ વિવાદને લઈને તણાવ વચ્ચે નેપાળના વડાપ્રધાન કે પી શર્મા ઓલીએ સ્વતંત્રતા દિવસના અવસરે શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી છે. સૂત્રો અનુસાર બંને દૃેશના નેતાઓ વચ્ચે લગભગ ૧૦ મિનિટ વાતચીત થઈ. આ પહેલી વખત છે જ્યારે ભારત-નેપાળ વચ્ચે તણાવ ઉભરીને સામે આવ્યા બાદ બંને દૃેશોના વડાપ્રધાન વચ્ચે વાતચીત થઈ છે.
કેપી ઓલીએ ફોન પર શુભકામના આપવાની સાથે-સાથે અન્ય વિષય પર પણ વાતચીત કરી. સૂત્રો અનુસાર ઓલીની માગ છે કે આ સંવાદને કોઈની હાર કે જીત અને કોઈના નમવાના રૂપમાં લેવામાં આવે નહીં. સંબંધોમાં સુધાર થઈ રહૃાો છે. બંને તરફથી પ્રયત્ન થઈ રહૃાુ છે.
ત્યાં સ્વતંત્રતા દિવસના અવસરે ભારતમાં બાંગ્લાદૃેશના રાજદૃૂતે બાંગ્લાદૃેશ મુક્તિ સંગ્રામમાં મદદ માટે ભારતનો આભાર વ્યક્ત કર્યો અને કહૃાુ કે બંને દૃેશોની સેના એક સાથે ખૂન વહાવે છે. મુક્તિ સંગ્રામને યાદ કરતા બાંગ્લાદૃેશના રાજદૃૂતે કહૃાુ, ઈતિહાસના આ ભાગને ભૂલી શકાશે નહીં.
સીમા વિવાદ વચ્ચે ભારત અને નેપાળમાં વિદૃેશ મંત્રાલય સ્તની ૧૭ ઓગસ્ટે વાતચીત થવાની છે. બંને દૃેશોના વિદૃેશ મંત્રાલયના અધિકારી સોમવારે નેપાળની રાજધાની કાઠમંડુમાં એક મિટીંગમાં મળશે.