સરહદે તણાવ વચ્ચે અમેરિકાનું ભારતનો સમર્થન,ચીન લાલઘૂમ

વૉિંશગ્ટન,
એશિયામાં ચીનની દૃાગીરી સામે અમેરિકાએ આકરું વલણ અપનાવ્યું છે. અમેરિકાએ યુરોપમાંથી પોતાની સેના હટાવીને એશિયામાં તૈનાત કરવાનો નિર્ણય લીધો છે. તેની શરૂઆત જર્મનીથી થવાની છે. માનવામાં આવી રહૃાું છે કે અમેરિકા જર્મનીમાં તૈનાત ૫૨૦૦૦ અમેરિકન સૈનિકોમાંથી ૯,૫૦૦ સૈનિકો એશિયામાં તૈનાત કરશે. અમેરિકા આ પગલુ એવા સમયે ઉઠાવી રહૃાું છે જ્યારે ભારતમાં પૂર્વ લદ્દાખમાં એક્યુઅલ કંટ્રોલ (એલએસી) ની બાજુમાં ચીને ભારતમાં તંગ પરિસ્થિતિ સર્જી છે, બીજી તરફ વિયેતનામ, ઇન્ડોનેશિયા, મલેશિયા, ફિલિપાઈન્સ અને સાઉથ ચાઇના સીમાં એક ખતરો બનેલો છે.
અમેરિકાના વિદૃેશ મંત્રી માઇક પોમ્પિયોએ ચીનને ભારત અને દૃક્ષિણપૂર્વ એશિયા માટે ખતરો ગણાવ્યો છે. તેમણે કહૃાું કે ચીન તરફથી ભારત, મલેશિયા, ઇન્ડોનેશિયા અને ફિલિપાઇન્સ જેવા એશિયન દૃેશોને વધતા જતા ખતરાને ધ્યાનમાં રાખીને અમેરિકાએ વિશ્ર્વભરમાં તેના સૈનિકોની તૈનાતીની સમીક્ષા કરી કરીને તેમને એવી રીતે તૈનાત કરી રહૃાું છે કે તેઓ જરૂર પડવા પર પીપુલ્સ લિબરેશન આર્મી (ચીનની સેના) નો મુકાબલો કરી શકે. પોમ્પિયોએ જર્મન માર્શલ ફંડના વર્ચ્યુઅલ બ્રસેલ્સ ફોરમ ૨૦૨૦માં ના સવાલના જવાબમાં આ કહૃાું.
પોમ્પિયોએ કહૃાું કે અમે નક્કી કરીશું કે અમારી તૈનાતી એવી હોવી જોઈએ કે પીએલએનો સામનો કરી શકે. અમને લાગે છે કે આ અમારા સમયનો પડકાર છે અને અમે ખાતરી કરીશું કે અમારી પાસે તેને ઉકેલવા માટે તમામ સંસાધન યોગ્ય જગ્યા પર ઉપલબ્ધ હોય. તેમણે કહૃાું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્દૃેશો પર સૈનિકોની તૈનાતીની સમીક્ષા કરવામાં આવી રહી છે અને આ યોજના અંતર્ગત અમેરિકા, જર્મનીમાં સૈન્યની સંખ્યા ૫૨ હજારથી ઘટાડીને ૨૫ હજાર કરી રહૃાા છે.
પોમ્પિયોએ કહૃાું કે સૈન્યની તૈનાતી જમીની વાસ્તવિકતા પર આધારિત હશે. તેમણે કહૃાું કે કેટલીક જગ્યાએ અમેરિકન સંસાધનો ઓછા રહેશે. કેટલાંક અન્ય જગ્યાઓ પર રહેશે. મેં હમણાં જ ચીની કમ્યુનિસ્ટ પાર્ટીના ખતરાની વાત કરી છે, તેથી હવે ભારતને ખતરો છે, વિયેતનામ ને ખતરો છે, મલેશિયા, ઇન્ડોનેશિયાને ખતરો છે, દૃક્ષિણ ચીન સમુદ્રની સામે પડકારો છે. યુ.એસ.એ જોખમોને જોયા છે અને સાયબર, ઇન્ટેલિજન્સ અને સૈન્ય જેવા સંસાધનો કેવી રીતે વહેંચવા તે સમજ્યા છે.
જો સૂત્રોની વાત માનીએ તો અમેરિકા પહેલીવાર િંહદૃ મહાસાગરમાં લશ્કરી મથક ડિયોગાર્શિયા પહેલી વખત ૯૫૦૦ સૈનિકો તૈનાત કરશે. આ સિવાય તાઇવાન પણ પોતાને ત્યાં સેના તૈનાતી માટે જગ્યા આપી શકે છે. આપને જણાવી દૃઇએ કે અમેરિકાના સૈન્ય ઠેકાણા જાપાન, દૃક્ષિણ કોરિયા, ડિયોગાર્શિયા અને ફિલિપાઇન્સમાં છે.