સરીગામ GIDC ની કલર બનાવતી કંપનીમાં ભીષણ આગ, કોઇ જાનહાની નહીં

વલસાડનાં સરીગામ જીઆઈડીસીની કલર બનાવતી સેવન ઇલેવન કંપનીમાં આજે ગુરૂવારે વહેલી સવારે આગ લાગી છે. હાલ ૪થી વધુ ફાયર ફાઇટર વિકરાળ આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કરી રહૃાાં છે. આ આગ વહેલી સવારે લાગી હોવાથી સદનસીબે કંપનીમાં કોઇપણ માણસ હાજર ન હતુ જેના કારણે હજુ કોઇ જાનહાનીનાં સમાચાર સામે આવ્યા નથી. આ વિકરાળ આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સામે આવ્યું નથી. આ આગની જાણ થતા ફાયર વિભાગની ટીમ અને સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવ્યાં હતા. આ બંન્ને ટીમનો એક જ ધ્યેય હતો કે આ આગ આસપાસ આવેલી કંપનીઓમાં ન ફેલાય.
જો આસપાસ ફેલાય તો આગને કાબુ કરવી ઘણી જ મુશ્કેલ બની શકે છે. કલર બનાવતી કંપનીમાં લાગેલી આગ એટલી વિકરાળ હતી કે, દૃૂર દૃૂરથી ધૂમાડાના ગોટેગોટા દૃેખાઇ રહૃાાં હતા. આ કંપનીમાં સોલવન્ટનાં જથ્થામાં આગ લાગી હતી જેથી પાણીથી આ આગને સરળતાથી બુઝાવી શકાતી નથી. જેથી આ આગને બુઝવવા માટે ફોમનો પણ ઉપયોગ કરવામાં આવી રહૃાો છે. આ આગની ઘટનાની જાણ થતા આસપાસના કંપનીનાં માલિકો પણ દોડી આવ્યાં હતા. જોકે, કલાકોની જહેમત બાદ આ આગ પર થોડો કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. જરૂર પડશે તો અન્ય ફાયર ફાઇટરને બોલાવવામાં આવશે.
નોંધનીય છે કે, ૮મી ઓગસ્ટનાં રોજ અમદાવાદમાં નારોલ-પીરાણા રોડ પર નંદન ઍક્ઝિમ નામની કંપનીમાં આગની ઘટના બની હતી. જેમા ફાયરબ્રિગેડનાં ૧૭ વાહનો ઘટનાસ્થળે પહોંચ્યાં હતાં અને કાબૂમાં લેવાના પ્રયાસો કરાયા હતા. આ ઘટનામાં કંપનીના કોઈ કર્મચારીને ગંભીર ઈજા થઈ ન હતી પરંતુ એક ફાયરમેનને ઈજા થઈ હતી. જેમને હૉસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.