સલમાનને પોતે ફી અંગે કર્યો આવો ખુલાસો? શું માની શકાય ખરા?!…

ટીવીનો સૌથી ચર્ચિત રિયાલિટી શો બિગ બોસ ૧૬ આ વીકેન્ડથી શરૂ થવા જઈ રહૃાો છે. ૧ ઓક્ટોબરથી આ શો ટીવી ઈન્ડસ્ટ્રીમાં ફરી ધમાલ મચાવશે. જોકે, સ્પર્ધકો હજુ જાહેર કરવાના બાકી છે. શો શરૂ થતા પહેલા સલમાન ખાને મીડિયા સાથે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને નવી સિઝન માટે તેની ફી અંગેની અફવાઓ વિશે પણ વાત કરી હતી. બિગ બોસની નવી સિઝન માટે સલમાનની ફીની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી છે. આવામાં તેણે શોની પ્રેસ કોન્ફરન્સમાં બિગ બોસ ૧૬ના હોસ્ટે ૧૦૦૦ કરોડની તગડી ફી લીધી હોવાના દાવા કરતાં રિપોર્ટ્સ પર ગાળ્યો કસ્યો હતો. આ દરમિયાન સલમાન ખાને શોના પ્રથમ સ્પર્ધક સાથે પણ રુબરુ કરાવ્યો હતો. મંગળવારે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં સલમાન ખાને ફી વિશે પૂછવામાં આવેલા પ્રશ્ર્ન પર કહૃાુ હતુ કે, મને જીવનમાં આટલું ક્યારેય નહીં મળે. જો મને આટલું મળશે તો હું ક્યારેય કામ નહીં કરું. મારો ઘણો ખર્ચો છે. જેમ કે, વકીલના. આવી અફવાઓને કારણે ઇનકમ ટેક્સના લોકો મને નોટિસ મોકલે છે, મને મળવા આવે છે. પછી તેણે ગંભીર થઈને કહૃાુ કે, ’(મારી ફી) એટલી નથી. મારી ફી આ રકમના ૧/૪ ભાગ પણ નથી. આ દરમિયાન સલમાન ખાને શોના પ્રથમ સ્પર્ધકનો પરિચય કરાવ્યો, જે કઝાકિસ્તાની સિંગર અબ્દૃુ રોજિક છે. સલમાન ખાને અબ્દૃુ રોજિકના નામની જાહેરાત કરતાં જ કઝાકિસ્તાની ગાયકે ’દબંગ’ના પ્રખ્યાત ડાયલોગ ’સ્વાગત નહીં કરોગે હમારા’ સાથે એન્ટ્રી કરી હતી. ચહેરા પર સ્મિત સાથે અબ્દૃુ રોજિકે તેમનો ઉત્સાહ વ્યક્ત કર્યો અને કહૃાુ કે, “મને બિગ બોસના ઘરમાં જવાનું પસંદ છે… હું ખૂબ જ ઉત્સાહિત છું.”