સલમાન આગાની દીકરી ઝારા ખાનને દુષ્કર્મની ધમકી મળી

અભિનેત્રી સલમા આગાની દીકરી ઝારા ખાનને ઘણા દિવસથી દુષ્કર્મની ધમકી મળી રહી હતી. જે બાદ ઝારાએ મુંબઇના ઓશિવારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, ઝારાની ફરિયાદ પર પોલીસે તરત કાર્યવાહી કરી એક આરોપીની ધરપકડ કરી લીધી છે.

ઝારાએ પોલીસને જણાવ્યું કે તેણે ૨૮ ઓક્ટોબરથી ૩ નવેમ્બરની વચ્ચે ઇન્સ્ટાગ્રામ પર રેપની ધમકી મળી રહી છે. પોલીસે આ અંગે ફરિયાદ નોંધી આરોપી અંગે તપાસ કરી છે. તપાસ કર્યા બાગ પોલીસને ખબર પડી કે રેપની ધમકી આપનારી હૈદરાબદની એક ૨૩ વર્ષની એમબીએની સ્ટૂડન્ટ છે. જેનુ નામ નૂરા સરવર છે. જેણે ઇન્સ્ટાગ્રામ પર એક નકલી પ્રોફાઇલ બનાવી રાખી છે. પોલીસસે તપાસ કરી તો માલૂમ પડ્યું કે નૂરા અને તેના કો-વર્કર પોલિટિકલ પાર્ટી માટે કામ કરે છે. તે હેઠળ ઝારાને રેપની ધમકી મળી રહી હતી. હવે પોલીસ આ વાત અંગે માલૂમ કરવાની કોશિશ કરી રહી છે કે ઝારાને ધમકી કેમ આપવામાં આવી રહી હતી.

જ્યારે હવે કલમ ૩૫૪ (એ), (બી), ૫૦૯, ૫૦ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ હેઠળ કલમ ૬૭ (એ) આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધી ધરપકડ કરી લધી છે. ઝારા ફિલ્મ નિકાહ ફેમ એકટ્રેસ સલમા આગાની દીકરી છે. ઝારા પણ બોલિવૂડમાં કામ કરી ચુકી છે. ઝારાએ અર્જુન કપૂરની સાથે ફિલ્મ ઔરંગઝેબથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. તે બાદ ઝારા ફિલ્મ દેસી કટ્ટેમાં નજરે પડી.