સલમાન ખાનની ફિલ્મ ‘રાધેનું ડબિંગ શરૂ, રણદીપ હૂડાએ શેર કર્યો ફોટો

કોરોના વાયરસને કારણે છેલ્લા ઘણા મહિનાથી ફિલ્મ ઇન્ડસ્ટ્રી બંધ છે. હવે ધીમે ધીમે કામ શરૂ થઈ રહૃાું છે. સ્ટુડિયોમાં ભીડ વધી રહી છે અને કલાકારો ફરીથી વ્યસ્ત થઈ રહૃાા છે. સલમાન ખાનની ફિલ્મ ‘રાધે  યોર મોસ્ટ વોન્ટેડ ભાઈનું કામ પણ આગળ વધી રહૃાું છે. ફિલ્મનું ડબિંગ શરૂ થઈ ગયું છે. રણદીપ હૂડાએ ડબ કરતી વખતનો ફોટો શેર કરીને ખુશી વ્યક્ત કરી હતી. રણદીપે ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કર્યો અને લખ્યું કે ‘હું કામ પર પાછો ફરીને ખુશી અનુભવું છું. તાજેતરમાં જ રણદીપની ઘૂંટણની સર્જરી થઈ હતી.
સલમાન સાથે રણદીપની આ ત્રીજી ફિલ્મ છે. અગાઉ બંને ‘કિક અને ‘સુલતાનમાં સાથે કામ કરી ચૂક્યા છે. રણદીપે આ વર્ષે રિલીઝ થયેલા નેટલિક્સના ‘એક્સ્ટ્રેક્શનમાં ક્રિસ હેમ્સવર્થની સાથે સમાંતર મુખ્ય ભૂમિકા ભજવી હતી. પ્રભુદૃેવા રાધેનું દિગ્દર્શન કરી રહૃાા છે. પ્રભુદૃેવાની પણ સલમાન સાથે આ ત્રીજી ફિલ્મ છે. તેમણે ૨૦૦૮માં ‘વોન્ટેડ પછી ગયા વર્ષે ‘દબંગ ૩ ડાયરેક્ટ કરી હતી. ‘રાધે આ વર્ષે ઇદ પર રિલીઝ થવાની હતી, પરંતુ લોકડાઉનમાં શૂટિંગ અને થિયેટરો બંધ થવાના કારણે રિલીઝ અટકી ગઈ છે.
‘રાધેમાં સલમાન અને રણદીપ ઉપરાંત દિશા પટણી, જેકી શ્રોફ, મેઘા આકાશ, ગૌતમ ગુલાટી, ઝરીના જેવા કલાકારો ભૂમિકા ભજવશે. તેમજ જેકલીન ફર્નાન્ડિઝનું એક ખાસ ગીત પણ હશે. થિયેટર બંધ હોવાને કારણે ઘણી મોટી ફિલ્મો ઓટીટી પર રિલીઝ થઈ રહી છે. પરંતુ સલમાન રાધેને ફક્ત મોટા પડદૃે જ રિલીઝ કરશે.