એક્ટર પંકજ ત્રિપાઠીની હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ‘કાગજ એવા વ્યક્તિની કહાણી છે. જે જીવિત છે પરંતુ સરકારી કાગળમાં તેને મૃત જાહેર કરાયો છે. જીવિત વ્યક્તિને કાગળ પર ફરી જીવિત કરવા માટે જે સંઘર્ષ કરવો પડે છે. તે સંઘર્ષની કહાણી આ ફિલ્મનું મુખ્ય કથાનક છે. સમગ્ર વાર્તા મુખ્ય કેરેક્ટર પંકજ ત્રિપાઠીની આસપાસ ગૂંથાયેલી છે.જે લાલ બિહારીના કિરદારમાં છે.
આ ફિલ્મ સતીશ કૌશિક અને સલમાનખાનની કંપનીએ બનાવી છે. આ ફિલ્મનું એક આકર્ષણ એ પણ છે, કે આ ફિલ્મમાં દર્શકોને સલમાનખાનના અવાજમાં કવિતા સાંભળવા મળે છે. જેને સાંભળીને આપ મંત્રમુગ્ધ થઇ જશો. સલમાન ખાનની આ કવિતામાં ‘કાગજને ખૂબ સુદર રીતે પ્રસ્તુત કરાયો છે. જે સાંભળીને આપ મંત્રમુગ્ધ થઇ જશો. આ પહેલા પણ સલમાનખાને કેટલાક સોન્ગને પોતાનો અવાજ આપ્યો છે. જેને તેના ફેન્સે ખૂબ લાઇક કર્યાં છે.
વર્કફ્રન્ટની વાત કરીએ તો સલમાન ખાન બહુ જલ્દી તેમની નવી ફિલ્મ ‘રાધેમાં નવા અવતારમાં નજર આવશે. આ ફિલ્મમાં સલમાનખાન સાથે દિશા પટની અન રણદીપ હુડ્ડા જોવા મળશે. સલમાન ખાને ફિલ્મ રિલીઝની ડેટની જાહેરાત તેમના જન્મ દિવસે કરી હતી. ફિલ્મ ‘રાધે ઇદના અવસરે રિલીઝ થશે.