સલમાન ફરી મચાવશે ધૂમ,‘દબંગ ૪’ને લઇ અરબાઝ ખાને આપી મોટી અપડેટ

એક્ટર-ડિરેક્ટર અરબાઝ ખાને તેના ભાઇ સલમાન ખાનની ફિલ્મ ’દબંગ-૪’ને લઈને અપડેટ આપી છે. તેણે પોતાના તાજેતરના ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ફિલ્મનું શૂટિંગ ક્યારે થશે અને ફિલ્મ ક્યારે દર્શકો સામે આવશે. તમને જણાવી દઈએ કે આ દિવસોમાં અરબાઝ તેની આગામી વેબ સિરીઝ ’તનાવ’ના પ્રમોશનમાં ખૂબ જ બિઝી છે. તેની સિરીઝ ૧૧ નવેમ્બરે સોની લિવ પર રિલીઝ થશે. સલમાન ખાનની ફિલ્મ ’દબંગ’ સિરીઝ હિટ ફ્રેન્ચાઈઝી રહી છે. ફિલ્મમાં દર્શકોએ સલમાનને ચુલબુલ પાંડેના અંદાજમાં ખૂબ પસંદ કર્યો હતો. ફિલ્મની જોરદાર સફળતા બાદ તેના વધુ બે પાર્ટ રિલીઝ કરવામાં આવ્યા છે. જોકે ત્રીજો પાર્ટ દર્શકોને એટલો પ્રભાવિત કરી શક્યો નથી જેટલો પહેલા અને બીજા પાર્ટે કર્યા હતા. જોકે, ફેન્સની ડિમાન્ડ અને સલમાનની એક્ટિંગને કારણે તેના ચોથા પાર્ટની ચર્ચા પણ ઘણા સમયથી જોરશોરથી ચાલી રહી છે. સલમાનના ફેન્સ લાંબા સમયથી ’દબંગ ૪’ની રાહ જોઈ રહૃાા છે. હવે તેના ફેન્સ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. સલમાનના ભાઈ એક્ટર-ડિરેક્ટર અરબાઝ ખાને ફિલ્મને લઈને અપડેટ આપી છે અને ફિલ્મ સાથે જોડાયેલા ઘણા ખાસ ખુલાસા પણ કર્યા છે. તમને જણાવી દઈએ કે આ દિવસોમાં અરબાઝ ખાન તેની આગામી વેબ સિરીઝ ’તનાવ’ના પ્રમોશનમાં ખૂબ જ બિઝી છે. આ સિરીઝમાં તે ખૂબ જ જોરદાર અંદાજમાં જોવા મળશે. આ સિરીઝમાં અરબાઝની સાથે માનવ વિજ, રજત કપૂર, સત્યદીપ મિશ્રા અને ઝરીના વહાબ સહિતના ઘણા કલાકારો મહત્વની ભૂમિકામાં છે. તમને જણાવી દઈએ કે ’તનાવ’ ઈઝરાયેલના શો ’ફૌદા’ની ઓફિશિયલ હિન્દૃી રિમેક છે. તે સોની લિવ પર ૧૧ નવેમ્બરે રિલીઝ થશે. આ વેબ સિરીઝ સુધીર મિશ્રા અને સચિન કૃષ્ણા દ્વારા ડાયરેક્ટેડ છે. અરબાઝે ’તનાવ’ના પ્રમોશન દરમિયાન જ ફિલ્મ ’દબંગ ૪’ વિશે ખુલાસો કર્યો છે. સાથે વાત કરતા આ વાતની પુષ્ટિ કરતા તેણે કહૃાું કે સલમાન ખાન અને તે જલ્દૃી જ ફિલ્મ શરૂ કરવા જઈ રહૃાા છે. જોકે, કેટલાક અધૂરા પ્રોજેક્ટના એગ્રીમેન્ટને કારણે તે આગળ વધી શકતો નથી.