સલમાન મરાઠી ફિલ્મ મુલશી પેટર્ન ફિલ્મની હિન્દી રિમેક અંતિમમાં મળી શકે છે જોવા

બોલિવૂડના સુપર સ્ટાર સલમાન ખાને તાજેતરમાં જ તેની ફિલ્મ રાધે- ધ મોસ્ટ વોન્ટેડ ભાઈનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. હવે સલમાન ખાન નવી ફિલ્મ શરૂ કરવા જઈ રહૃાો છે. એવા અહેવાલ છે કે સલમાન ખાન ૨૦૧૮માં રિલીઝ થયેલી મરાઠી ફિલ્મ મુલશી પેટર્ન ફિલ્મની હિન્દી રિમેક અંતિમમાં કામ કરશે.
આ ફિલ્મમાં સલમાન ખાનના બનેવી આયુષ શર્મા લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં સલમાન ખાન પણ મહત્વનો રોલ અદા કરવા જઈ રહૃાો છે. એમ કહેવાય છે કે સલમાન ખાન ટૂંક સમયમાં જ આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દૃેશે અને તેના ભાગનું શૂટિંગ પૂર્ણ કરી નાખશે. સલમાન ખાનની ફિલ્મ રાધે આ વર્ષે રિલીઝ થનારી હતી પરંતુ કોરાના વાયરસ અને લોકડાઉનને કારણે તેનું શૂટિંગ વિલંબમાં પડ્યું હતું. હજી ગયા મહિને જ સલમાને તેના શૂટિંગનો પ્રારંભ કર્યો હતો.