સુલ્તાન, ટાઈગર જિંદા હૈ અને ભારત જેવી બ્લોકબસ્ટર ફિલ્મ પછી એક વખત ફરીથી મોટા પડદૃા પર નિર્દૃેશક અલી અબ્બાસ જફર સાથે સલમાન ખાનની જોડી દૃેખાશે. આ વાતને પોતે નિર્દૃેશકે પોતાના હાલના એક ઈન્ટરવ્યુંમાં સલમાનના ફેન્સને હિંટ આપી છે. રિપોર્ટ અનુસાર અલી ભાઈજાન સાથે એક મોટી એક્શન ફિલ્મ બનાવવાના છે, જે બિગ બજેટવાળી છે. અલી અબ્બાસ જફરે તે વાત સ્વીકારી કે આવનારી ફિલ્મની સ્ક્રિપ્ટ પર તેમણે કામ કરવાનું શરૂ કરી દૃીધું છે. રિપોર્ટ અનુસાર ડાયરેક્ટરે કહૃાું, ઈન્શાહઅલ્લાહ સલમાન સર અને હું એક મોટા બજેટની ફિલ્મ કરવા માટે એક સાથે આવીશું. હું તેમના સાથે એક મોટી એક્શુન ફિલ્મ કરવા ઈચ્છું છું. આ ફિલ્મ પર મેં કામ કરવાનું શરૂ કરી દૃીધું છે અને હું ઝડપી તેમના સાથે સ્ક્રિપ્ટ શેર કરીશં. અલી અબ્બાસ જફરના નિવેદન આગળ જતાં સાચું સિદ્ધ થાય છે તો ચોથી વખત મોટા પડદૃા પર સલમાન અને અલીની જોડી જોવા મળી શકે છે. જોકે, સલમાન ખાનનો આ બાબતે કોઈ જ રિએક્શન સામે આવ્યું નથી. તો બીજી તરફ સલમાન ખાને આ ફિલ્મને લઈને હાં કે ના કહૃાું છે કે નહીં તે અંગે પણ હજું કોઈ જ સ્પષ્ટતા થઈ શકી નથી. કેમ કે અત્યાર સુધી સલમાન ખાને ફિલ્મની સ્ક્રિપ્ટ વાંચી નથી. વાતચીતમાં આગળ અલી જફરે કબીર ખાન અને મનીષ શર્માની વખાણ કર્યા અને ટાઈગર ૩ પર પોતાના રિએક્શન આપ્યા હતા. રિપોર્ટ અનુસાર ડાયરેક્ટરે કહૃાું કે તેઓ પોતાના વર્ક કમિટમેન્ટના કારણે યશ રાજ ફિલ્મ્સ (વાઈઆરએફ)ની એક્શન-થ્રિલર ટાઈગર ફ્રેન્ચાઈઝના ત્રીજા ભાગને નિર્દૃેશિત કરી શકતા નથી પરંતુ તેઓ આ ફિલ્મની રિલીઝની ખુબ જ આતુરતાથી રાહ જોઈ રહૃાાં છે. આગળ વાતચીતમાં તેમણે કબીર ખાન અને મનીષ શર્માના વખાણ કરતાં કહૃાું કે, કબીર ખાન, હું અને હવે મનીષ, અમે બધાએ પોત-પોતાના વ્યક્તિત્વને પોતાની ફિલ્મોમાં લાવ્યા છીએ. હું ટાઈગર-૩ની ખુબ જ આતુરતાથી રાહ જોઈ રહૃાો છું. મને લાગે છે કે આ ખુબ જ મનોરંજક હશે. હું ખુશ છું. તમારી જાણકારી માટે જણાવી દઉ કે કબીર ખાને ૨૦૧૨માં પ્રથમ ફિલ્મ એક થા ટાઈગરનો નિર્દૃેશ કર્યો, જ્યારે જફરે બીજો ભાગ ટાઈગર જિંદા છેનું નિર્દૃેશન કર્યું હતું. હવે ૨૧ એપ્રિલ, ૨૦૨૩માં સ્ક્રીન પર હિટ થનારી થ્રીક્કેલ, ફેન અને બેંડ બાજા બારાત ફેમ મનીષ શર્મા દ્રારા નિર્દૃેશિત છે.