અમરેલી,
ખતરનાક બિપરજોય વાવાઝોડુ કોઇનો પણ ભોગ લીધા વગર શમી ગયું તેમણે નુકસાની વેરી પણ માનવીઓ બચી ગયા અને તેનો શ્રેય જાય છે આપણી કેન્દ્ર અને રાજય સરકારને.
જયારે જયારે આપણા દેશ ઉપર યુધ્ધ જેવી આપતીઓ આવી ત્યારે તે યુધ્ધ વખતે સરકાર અને લોકો સાથે મળી જંગ જીત્યા હતા પણ આ વખતે સરકાર અને લોકોએ સાથે મળી જંગ જીત્યો છે અને તે પણ કુદરતી આપતી સામેનો.ગુજરાત ઉપર આવેલી કુદરતી આપતી સામેનો જંગ જીતનાર સરકારને સલામ કરવી પડે તેવી સજજડ વ્યવસ્થાઓ ગોઠવાઇ હતી.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દિલ્હીથી સતત માર્ગદર્શન આપતા હતા તેમનો એક જ દાખલો જોઇએ તો દરિયા કાંઠાના માનવીથી માંડી આપણા ગીરના સિંહો સહિતના પ્રાણીઓ માટે પણ લેવાયેલા પગલાઓનું તેમણે માઇક્રો નિરીક્ષણ સતત શરૂ રાખ્યું હતુ રાજયના ડેપ્યુટી ઈજનેર પટેલને કડક સૂચનાઓ આપી હતી. વડીયા વિસ્તારના ગામડાઓ એ અમરેલી વિધાનસભામાં આવે છે ત્યારે ગ્રામીણ વિસ્તારમાં અનેક પીજીવીસએલના પ્રશ્નો બાબતે ફરિયાદ મળતા અમરેલીના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયા વડીયા પીજીવીસીએલ કચેરીની મુલાકાત લેતા ગ્રામીણ ફોલ્ટનું લિસ્ટ માંગતા તે રિપેરીંગ બાકીની કાપલીની થપ્પી જોઈ ઉશ્કેરાયા હતા અને તાત્કાલિક ગ્રામીણ લોકો અને ખેડૂતોના પ્રશ્નો પૂર્ણ કરવા કડક સૂચના આપી હતી. તો થોડા સમય પેહલા વડીયાના સુરગપરા વિસ્તારમાં લો વોલ્ટેજ ના પ્રશ્નને સ્વાગતમાં મુક્તા આ પ્રશ્ન જિલ્લા કલેક્ટર નિ હાજરીમાં ટૂંક સમયમાં શોલ કરી આપવાની ખાત્રી અપાઈ હતી. આ પ્રશ્ન પણ શોલ ના થતાં તેની ફરી નાયબ મુખ્ય દંડકની હાજરીમાં રજુવાત થતાં આ બાબતે તેને અમરેલી જિલ્લા પીજીવીસીએલ ના એસી ને તાત્કાલિક પ્રશ્ન શોલ કરી જાણ કરવ સૂચનાઓ આપી હતી. આ પીજીવીસીએલ કચેરી ની સમગ્ર મુલાકાત જોતા અમરેલી જિલ્લા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ જલ્પેશભાઈ મોવલીયા જીલ્લા પંચાયત સભ્ય વિપુલભાઈ રાંક તાલુકા ભાજપ પ્રમુખ ગોપાલભાઈ તાલુકા પંચાયત દંડક તુષારભાઈ ગણાત્રા,પી જી વસાણી સ્થાનિક સરપંચ મનિષભાઇ, અને સંગઠનના હોદેદારો એ પ્રશ્નોનો મારો બોલાવતાં વડીયા પીજીવીસીએલ ની કામગીરી બાબતે અનેક સવાલો ઉઠતા ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયાએ ડેપ્યુટી ઇજનેર પટેલ નો ઊધડો લઇ કડક સૂચના આપતા જોવા મળ્યા હતા.