સવાઇ બેટમાં 1896ના ગાયકવાડી નકશામાં પણ મંદિરનો ઉલ્લેખ નિકળ્યો

અમરેલી, અમરેલી જિલ્લાના દરિયામાં આવેલા શીયાળબેટ નજીકના નિર્જન એવા ટાપુ સવાઇબેટ આજકાલ ચર્ચા ની એરણે ચડયો છે આ ટાપુ ઉપર આવેલ સવાઇપીરની દરગાહ હકીકતમાં સવાભગતન જગ્યા હોવાના દાવા અને સામે પક્ષે વકફ બોર્ડ દ્વારા રજુ કરાયેલા નકશાની તપાસ દરમિયાન લાઇટ હાઉસના 1972ના સરકારી નકશામાં આ જગ્યાએ ટેમ્પલ એટલે કે હીન્દુ ધર્મ સ્થળ હોવાનુ બહાર આવ્યાનું સુત્રોએ જણાવ્યું હતુ દરમિયાન આજે જાણકાર સુત્રોએ જણાવેલ કે તંત્રની વધ્ાુ તપાસ દરમિયાન ઇસવીસન 1896ની સાલના ગાયકવાડી રાજ વખતના એક નકશામાં પણ આ જગ્યાએ મંદિર હોવાનો ઉલ્લેખ મળતા આ જગ્યાએ આસપાસના ધાર્મિકજનોએ કરેલી રજુઆતો ને વધ્ાુ એક સમર્થન મળ્યું છે.
રાષ્ટ્રની સુરક્ષા માટે અતિ મહત્વનો આ સવાઇ ટાપુ અજમલ કસાબના કનેકશનની ચર્ચાથી લોકોના ધ્યાને આવ્યો હતો હવે આ મામલે જિલ્લા મેજીસ્ટ્રેટ સમક્ષ તપાસનો સાર આવતા ત્યાથીે થનારા ચુકાદા ઉપર લોકોની મીટ મંડાઇ છે અને સરકાર આ ટાપુને ખાલસા કરી કોસ્ટગાર્ડ કે મરીન પોલીસને સોંપે તેવી પણ એક લાગણી પણ લોકોમાં છે.