સવારે આઠથી રાત્રે બાર વાગ્યા સુધી લોકોની વચ્ચે રહેતા શ્રી કૌશિક વેકરિયા લોકસેવાનો નવો જ ઇતિહાસ રચશે

અમરેલી,
આજે દેશની જે ગતિ અને પ્રગતિ છે તેમા અમરેલી છે એમ કહી શકાય આવુ વધ્ાુ એક પરીવર્તન લાવી અમરેલી હવે કૌશિકરૂપી પોતાના નવા ધારાસભ્યની કોરી પાટી ઉપર લોકસેવાનો રાજકીય ઇતિહાસ રચવાનુ છે તેમ લાગી રહયું છે.
પોતાનો પહેલો પગાર દેશ માટે વીરગતી વહોરનાર અમરેલીના સપુતના પરિવારને અપર્ણ કરનાર અમરેલીના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિક વેકરિયા પોતાના વિસ્તાર અમરેલીમાં ગુરૂ,શુક્ર,શનિ, રવીવાર એમ ચાર દિવસ રોજ સવારે આઠથી રાત્રે બાર વાગ્યા સુધી જાહેરજીવનમાં લોકોની વચ્ચે રહી લોકસેવાનો નવો ઇતિહાસ રચશે તેવા લક્ષણો અત્યારથી જ જોવા મળી રહયા છે.સોમ , મંગળ અને બુધ એમ ત્રણ દિ’ ગાંધીનગર અને ચાર દિવસ અમરેલી અને જિલ્લામાં રહેતા ધારાસભ્ય શ્રી કૌશિક વેકરિયાએ પરિવાર માટે સમય ઘટાડયો છે તે અતિ વ્યસ્ત શેડયુલમાં દરેક સમાજ, દરેક કાર્યકર કે દરેક વર્ગના લોકો પાસે પહોંચે છે અને રાત્રે બાર વાગ્યે પોતાના ઘેર પહોંચે છે અને ફરી સવારે આઠ વાગ્યાથી એજ દોડાદોડી શરૂ થઇ જાય છે. એક તો પોતાની ઉપર આવનારો દરેક ફોન તે ઉપાડે છે અને તરત જ પોતાના કાર્યલય ઉપર જાણ કરે જેથી બીજી જ મીનીટે શ્રી વેકરિયાને ફોન કરનારને તેના કાર્યાલયેથી રિસ્પોન્સ મળે તેવી પધ્ધતિ અપનાવનાર શ્રી કૌશિક વેકરિયાને ગયા ફેબ્રુઆરી મહીનાના 28 દિવસમાં 750 રજુઆતો મળી છે તેમા અમરેલી વિધાનસભા વિસ્તાર ઉપરાંત જિલ્લામાંથી અને રોજ બેથી ત્રણ રાજયમાંથી પણ રજુઆતો મળે છે.રાજય સરકારમાં મંત્રીની સમકક્ષ જ હોદો ધરાવતા શ્રી કૌશિક વેકરિયાના પિતાશ્રી સ્વ. કાંતિભાઇ વેકરિયા ભાજપના દિગ્ગજ આગેવાનો શ્રી દિલીપ સંઘાણી અને શ્રી પરસોતમ રૂપાલાના અંગત સાથીદાર હતા જેથી રાજકીય અવરજવર એમને ત્યા સામાન્ય હતી અને અત્યાર સુધી ગાંધીનગગરરમમાં તેમના આવાસનું કામ શરૂ હોય તેમને ત્યા આવનાર મહેમાન કે અરજદાર ભુખ્યા ન જાય તે કાઠીયાવાડી પરંપરા પણ જળવાઇ છે જેથી જયા સુધી આવાસનું કામ પુર્ણ ન થાય ત્યા સુધી આવનાર દરેકને ગાંધીનગર વિધાનસભાની કેન્ટીનમાં લઇ જવાય છે અને તે કેન્ટીનમાં આખા રાજયમાં સૌથી વધ્ાુ મહેમાન શ્રી કૌશિક વેકરિયાના હોય છે અમરેલી જિલ્લા ભાજપના પ્રમુખ રહી ચુકેલ શ્રી વેકરિયાને ઉપર પહેલા માત્ર અમરેલી જિલ્લા પુરતી જવાબદારી હતી હવે રાજયના ધારાસભ્યોને માર્ગદર્શન આપવું પડે છે રાજયના ધારાસભ્યોને સંસદીય અને વૈધાનિક બાબતોનું માર્ગદર્શન શ્રી વેકરિયા આપે છે.