સહકારીતાને સિધ્ધ કરનાર શ્રી દિલીપભાઇ સંઘાણીએ સમગ્ર દેશને નવો રાહ ચિંધ્યો : શ્રી અશ્ર્વિન સાવલીયા

  • અમરેલીની સહકારી ભાવનાનો ડંકો દેશ લેવલે વાગ્યો
  • અમરેલીની જેમ જ દેશમાં પણ સહકાર ક્ષેત્રને બિનહરીફ કરી શ્રી દિલીપ સંઘાણી વડાપ્રધાનશ્રીનાં કાર્યોને મહત્વનો વેગ આપશે

અમરેલી,
રાષ્ટ્રીય સહકારી મહાસંઘના પ્રમુખપદે બિનહરીફ વરાયેલા શ્રી દિલીપ સંઘાણીને આવકારી અભિનંદન પાઠવતા અમર ડેરીના ચેરમેન શ્રી અશ્ર્વિન સાવલીયાએ શ્રી દિલીપ સંઘાણી દેશના સહકારી રાજકારણને નવી દિશા આપશે તેવી આશા વ્યક્ત કરી છે.અમરેલીની સહકારી ભાવનાનો ડંકો દેશ લેવલે વાગ્યો છે નાનકડા એવા માળીલા ગામથી શરૂ થયેલી સહકારી યાત્રા આજે રાષ્ટ્રના સર્વોચ્ચ શિખરે પહોંચી છે અમર ડેરીના સ્થાપક ચેરમેન અને શ્ર્વેતક્રાંતીના જનક એવા સહકારીતાને સિધ્ધ કરનાર શ્રી દિલીપભાઇ સંઘાણીએ દેશને નવો રાહ ચિંધ્યો છે એનસીયુઆઇના ચેરમેનપદે બિનહરીફ વરાયેલા શ્રી દિલીપ સંઘાણી સહકારી ક્ષેત્રના ભીષ્મ પિતામહ છે અને અમરેલીની જેમ જ દેશમાં પણ સહકાર ક્ષેત્રને બિનહરીફ કરી શ્રી દિલીપ સંઘાણી વડાપ્રધાનશ્રીના કાર્યોને મહત્વનો વેગ આપશે તેમાં કોઇ શંકા નથી તેમ અંતમાં અમર ડેરીના ચેરમેન શ્રી અશ્ર્વિન સાવલીયાએ જણાવ્યુ છે.