સહકારી બેંકોને ડીવીડન્ડ ચુકવવાની મંજુરી આપવા રજુઆત કરતા શ્રી દિલીપ સંઘાણી

  • કેન્દ્રના નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમનને પત્ર પાઠવી ભારપુર્વક રજુઆત કરી

    તાજેતરની કોવિડ 19 ની પરિસ્થિતી કારણે આરબીઆઇએ પરિપત્ર બહાર પાડી રાષ્ટ્રીય કૃત બેંકો પ્રાઇવેટ બેંકો સહકારી બેંકો સહિત તમામ બેંકોને ગત નાણાકીય વર્ષ 31-3-2020 નું જાહેર કરવામાં આવેલ ડીવીડન્ડ આરબીઆઇ મંજુરી ન આપે ત્યાં સુધી તેમના સભાસદોને નહી ચુકવવા આદેશ કરેલ છે આ પરિપત્ર સહકારી મંડળીઓમાં જે સભાસદ છે તેવા ખેડુતોને ઓછી આવક ધરાવતા લોકો માટે હાની કરતા હોય અમરેલી જિલ્લા મધ્યસ્થ બેંકના ચેરમેન શ્રી દિલીપ સંઘાણી કે જેઓ રાષ્ટ્રીય લેવલે નાફસ્કોબના પણ ચેરમેન હોય ભારતના નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમનને પરિપત્ર પરત ખેંચવા ભારપુર્વક જણાવેલ છે વધ્ાુમાં જણાવ્યુ કે રાષ્ટ્રીય બેંકો કે પ્રાઇવેટ બેંકોની સરખામણીએ સહકારી બેંકોનું વ્યવસ્થાપન અલગ છે જો જિલ્લા સહકારી બેંકો ડીવીડન્ડ ન ચુકવે તો તેની અસર બેંક સાથે જોડાયેલી સેવા સહકારી મંડળીઓ ઉપર થાય છે જેને કારણે મંડળીઓ તેના સભાસદો કે જેઓ મોટાભાગે ખેડુતો અને નાના વર્ગના લોકો હોય છે તેમને પુરતુ ડીવીડન્ડ આપતી શકતી નથી જેથી લોકોને પોતાની શેરમાં રોકેલ મુડી ઉપર ડીવીડન્ડ મળી શકે નહી જેથી ખેડુતો નાના વર્ગના લોકોના હિતમાં સહકારી બેંકોને ડીવીડન્ડ ચુકવી આપવા આરબીઆઇ તરફથી મંજુરી મળે તેવી માંગણી શ્રી સંઘાણીએ કરી છે અને જણાવ્યુ છે કે બેંકોની કેપીટલ મજબુત કરવી હોય તો ડીવીડન્ડ ચુકવવાનું અટકાવવાના બદલે ઇનકમ ટેક્સ ભરવામાં સહકારી બેંકોને રાહત આપવી જોઇએ તેમ બેંકના જનરલ મેનેજર બી.એસ. કોઠીયાએ જણાવ્યુ છે.