સાંજે ખાંભાના જામકામાં દિપડો વૃધ્ધાને ઉઠાવી ગયો

જામકા ગામના કપાસ વિણવા ગયેલ દિવાળીબેન ડાભીને દિપડો ઢસડીને લઇ ગયો : વન તંત્ર દોડયુ : દિપડો વૃધ્ધાને ખાઇ ગયો

ખાંભા,ખાંભાના વાંગધ્રા ગામે બે દિવસ પહેલા અઢી વર્ષના બાળક ઉપર હુમલો કર્યા બાદ આજે દિપડો જામકા ગામના 60 વર્ષના વૃધ્ધાને ખાઇ જતા ખાંભા પંથકમાં ફફડાટ ફેલાયો છે.
આ બનાવની વિગત એવા પ્રકારની છે કે સમી સાંજના ખાંભાના જામકા ગામે સાણા અને ડુંગર તરફ જવાની સડક ઉપર આવેલી ધીરૂભાઇ ભવાનભાઇ ડાભીની વાડીમાં દિપડો ત્રાટકયો હતો તે વાડીમાં જામકા ગામના કપાસ વિણવા ગયેલા દિવાળીબેન ભવાનભાઇ ઉ.વ.60ને ઉઠાવી ગયો હતો જાણવા મળતી માહિતી અનુસાર આ વૃધ્ધાને દિપડો ખાઇ પણ ગયો હતો અને આ ઘટનાની જાણ થતા આરએફઓ રાજલ પાઠક જામકા દોડી ગયા હતા જ્યારે પુર્વ સંસદીય સચિવ હીરાભાઇ સોલંકી દ્વારા તંત્રને બનાવની જાણ કરવામાં આવી હતી અને વન વિભાગને તાકિદે દિપડાને પકડી પરિવારને સહાય આપવા સુચના આપી હતી જાણવા મળતી માહિતી અનુસાર દિપડો આ વૃધ્ધાને એક કલાક સુધી ખાતો રહયો હતો.