સાંદીપની વિધાનીકેતનમાં 3 સારસ્વતોનું એવોર્ડો આપી સન્માન

અમરેલી,
પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની દિવ્ય પ્રેરણાથી સાંદીપની વિદ્યાનિકેતન દ્વારા વર્ષ – 2014 થી ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ શિક્ષણ ક્ષેત્રમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપનારા વિશિષ્ટ સારસ્વતોનું મુખ્ય ત્રણ એવોર્ડ દ્વારા અને એ સાથે જેઓ પ્રાથમિક-માધ્યમિક શાળામાં શિક્ષણમાં નવાચારથી કાર્ય કરે છે એવા ગુજરાતના દરેક જીલ્લામાંથી એક શિક્ષકનું ગુરુ ગૌરવ એવોર્ડ દ્વારા ભાવપૂજન કરવામાં આવે છે. આ રીતે આ વર્ષે પણ મહાનુભાવોનું પૂજ્ય ભાઈશ્રી, શ્રી ચેતનભાઈ ત્રિવેદી, કુલપતિશ્રી નરસિંહ મહેતા યુનિવર્સીટી, જુનાગઢ અને મહાનુભાવો દ્વારા મુખ્ય ત્રણ એવોર્ડીઓનું ગુરુ ગૌરવ એવોર્ડ દ્વ્રારા ભાવપૂજન કરવામાં આવ્યું હતું. જેમાં લાઈફ ટાઈમ એચીવમેન્ટ ગૌરવ એવોર્ડ દ્વારા પોરબંદરમાં શિક્ષણની જ્યોત જલાવનાર શ્રી જ્યોતિબેન થાનકીનું ભાવપૂજન કરવામાં આવ્યું હતું. એ સાથે વલસાડ જીલ્લાના, ધરમપુર તાલુકામાં આવેલી આશ્રમશાળા-ખડકી જેના વિકાસમાં જેઓનું અમૂલ્ય યોગદાન છે એવા શ્રી સુજાતાબેન શાહનું, શ્રેષ્ઠ ગુરુ ગૌરવ એવોર્ડ દ્વારા ભાવપૂજન કરવામાં આવ્યું હતું અને ભાવનગર જીલ્લામાં ઘોઘા તાલુકામાં આવેલી દંગાપરા પ્રાથમિક શાળાનું ઉત્તમ વિદ્યામંદિર ગૌરવ એવોર્ડ દ્વારા ભાવપૂજન કરવામાં આવ્યું હતું. આ ગુરુ ગૌરવ અવાર્ડ સમારોહ-2022માં ગુજરાતના શિક્ષણમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી વર્ચ્યુલી ઉપસ્થિત રહ્યા હતા અને મુખ્ય ત્રણ એવોર્ડથી સન્માનિત મહાનુભાવોને અને શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા. આ અવસરે ગુરુ ગૌરવ અવાર્ડ ચયન સમિતિના સભ્યો શિક્ષણવિદ આદરણીય શ્રી ગીજુભાઈ ભરાડ, પૂર્વ નિયામક શ્રી ટી.એસ.જોષી , સાબરમતી આશ્રમના ડાયરેક્ટર શ્રી અતુલભાઈ પંડ્યા, શ્રેષ્ઠ ગુરુ ગૌરવ એવોર્ડ પ્રાપ્ત રાજપુરથી શ્રી પાર્થેશભાઈ પંડ્યા અને નવા નદીસર પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી રાકેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત