સાંસદનાં પીએ તરીકે ખોટી ઓળખ આપી છેતરપીંડી કરનાર બે શખ્સોને ઝડપી પાડતી એલસીબી પોલીસ

અમરેલી, ગત તા.3-8-21નાં મુકેશભાઇ ચોલેરા રહે.વેરાવળ વાળાનાં મો.નં.98054 27000 ઉપર મો.નં. 9099પ 11290 તથા 63પ68 70પ70 ઉપરથી વોટ્સએપ કોલ અને વોઇસ કોલ આવેલ. કોલ કરનારે પોતે હું અમરેલી સાંસદ ના2ણભાઇ કાછડીયાના પીએ ત2ીકે ઓળખ આપના2 સુ2ેશભાઇ વાત કરૂ છું. અને સાહેબે તમારો રે ફરન્સ આપેલ છે અને તમા રી પાસેથી રૂપિયા 2,50,000 મેળવવા જણાવેલ છે. જે રૂપિયા તમે મને મારા એકાઉન્ટ નં.3771પ9024686 એસબીઆઇનાં એકાઉન્ટમાં જમા કરાવો તેવી વાત કરેલ જેથી મુકેશભાઇએ અમરેલીનાં સાંસદ નારણભાઇ કાછડીયાનાં પીએ વિશાલભાઇ રસીકભાઇ સરધારા ઉ.વ.31 રહે ચલાલા, હાલ અમરેલીનાઓનો ટેલીફોનીક સંપર્ક કરી પોતાની ઉપર આવેલ કોલમાં થયેલ વાતચીત અંગે જાણ કરતા ઉપરોક્ત બંને મોબાઇલ નંબર 90995 11290 તથા 63568 70570નાં ધારક અને પીએ સુરેશભાઇ તરીકે ઓળખ આપનાર અજાણ્યા શખ્સ અને એકાઉન્ટ નંબર એસબીઆઇ 377159024686 જેના આઇએફએસસી 0000281 ના ધારકોએ સમાન ઇ2ાદે ગુન્હાહીત કાવત2ું 2ચી વે2ાવળના મુકેશભાઇ ચોલે2ા પાસેથી રૂા.2,પ0,000 ઠગાઇ કરી મેળવી લેવાના ઇ2ાદે વોટ્સએપ કોલ તથા વોઇસ કો લ કરી અમરેલીનાં સાંસદશ્રીનાં નામનો દુરઉપયોગ કરી તેમનાં પીએ તરીકેની ખોટી ઓળખ ઉભી કરી મુકેશભાઇ ચોલેરાને રૂા.2,50,000 પોતાનાં એસબીઆઇ એકાઉન્ટમાં જમા કરાવાનું કહી ખોટા નામે ઠગાઇ કરેલ હોવાનું જણાવતા સાંસદ નાણભાઇ કાછડીયાનાં પીએ વિશાલભાઇ રસીકભાઇ સરધારાએ આ અંગે ધોરણસર કાર્યવાહી થવા ફરિયાદ આપતા તા.5-8-21નાં સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરેલ અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાય દ્વારા આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ સાંસદશ્રીનાં પીએ તરીકેની ખોટી ઓળ ઉભી કરી ઠગાઇ અને છેતરપીંડી કરનાર આરોપીને પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરવા અમરેલી એલસીબીનાં ઇન્ચાર્જ પીઆઇ આર કે કરમટા, પીએસઆઇ પીએન મોરી અને એલસીબીની ટીમને માર્ગદર્શન આપવામાં આવેલ. જે અનુસંધાને એલસીબી ટીમ દ્વારા ટેકનીકલ સર્વેલન્સનો ઉપયોગ કરી તાપી જિલ્લાનાં સોનગઢ મુકામેથી સાજીદ કડુભાઇ કાકર, ફહીમ ફીરોજભાઇ પઠાણને ગુનો કરવા માટે ઉપયોગમાં લીધેલા મોબાઇલ ફોન સાથે ઝડપી પાડવામાં આવ્યાં છે. અને આરોપીઓ પાસેથી એન્ડ્રોઇડ મોબાઇલ ત્રણ સહિત કુલ રૂા.45 હજારનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.