સાંસદશ્રી નારણભાઇ કાછડીયાની રજુઆતથી ધારીના દુધાળામાં ખેડુતોને માર મારનાર વનકર્મીઓની બદલી

અમરેલી,અમરેલી સંસદીય મતવિસ્તારના ધારી તાલુકાના દુધાળા ગીર ગામે વન વિભાગના અધિકારીઓ તરફ થી નજીવી બાબતે ખેડૂત ખાતેદારો શ્રી કાળુભાઈ સિદ્ધપરા, શ્રી જયેશભાઈ સિદ્ધપરા, શ્રી મનીષભાઈ સિદ્ધપરા, શ્રી બિપિનભાઈ ચોડવડિયા અને શ્રી પરેશભાઈ બાળધાને માર મારવાની ઘટના બનેલ હતી. જેના સંદર્ભે ગઈ કાલે અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ સિવિલ હોસ્પિટલ ખાતે એડમિટ ખેડૂત ખાતેદારોની અને દુધાળા ગામે તેમના નિવાસ સ્થાને ખેડૂતો અને તેમના પરિવારજનો સાથે મુલાકાત કરેલ હતી અને કસૂરવાર વન અધિકારીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવા વન મંત્રી શ્રી ગણપતભાઈ વસાવાને રજુઆત કરી હતી. સાંસદ શ્રી કાછડીયાની રજુઆત બાદ સરકારશ્રી તરફ થી વન વિભાગના કસૂરવાર અધિકારીઓની તાત્કાલિક બદલી કરવામાં આવેલ છે.આ તકે સાંસદશ્રી સાથે ધારાસભ્ય શ્રી જે.વી.કાકડીયા, જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા અને પૂર્વ ધારાસભ્ય શ્રી મનસુખભાઈ ભુવા ઉપસ્થિત રહ્યા હતા.