સાંસદશ્રી નારણભાઇ કાછડીયાના ધર્મપત્ની શ્રીમતી મુકતાબહેનનું નિધન

  • અગાસી ઉપર પુત્ર સાથે સફાઇ કરી રહયા હતા ત્યારે પડી જતા
  • આજે સાંજે પાંચ વાગ્યે કોવિડની ગાઇડલાઇન પ્રમાણે અંતિમયાત્રા નિકળશે

અમરેલીના સાંસદશ્રી નારણભાઇ કાછડીયાના ધર્મપત્ની શ્રીમતી મુકતાબહેનનું નિધન થતા સાંસદશ્રી નારણભાઇ કાછડીયાના મિત્રો,ચાહકો, ટેકેદારોમાં ઘેરો શોક છવાયો છે અગાસી ઉપર પુત્ર પીયુષભાઇ કાછડીયાની સાથે સફાઇ કરી રહયા હતા ત્યારે પડી જતા માથામાં હેમરેજ થતા આ બનાવ બન્યો હતો આજે સાંજે પાંચ વાગ્યે કોવિડની ગાઇડલાઇન પ્રમાણે અંતિમયાત્રા નિકળશે.