સાંસદો-ધારાસભ્યોને પ્રથમ રસી આપવાનો પ્રસ્તાવ વડાપ્રધાને ફગાવ્યો

  • રસીને લઈને કોઈ પ્રકારની અફવાહ ન ફેલાય: મોદી

 

દેશમાં શનિવારે કોરોનાનું રસીકરણ અભિયાન શરુ થવા જઈ રહૃાું છે. આ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કરી દીધું છે કે પહેલા ચરણમાં જે ૩ કરોડ લોકોને રસી લાગવાની છે તેમાં સ્વાસ્થ્યકર્મી અને ફ્રન્ટલાઈન વર્કર્સ શામિલ છે. જેમાં જન પ્રતિનિધિ સહિત કોઈ પણ રસી લેવાનો પ્રયત્ન ન કરે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ સાંસદો અને ધારાસભ્યોને પ્રાથમિકતાના આધાર પર રસી લેવાના પ્રસ્તાવને ફગાવતા કહૃાું કે આ લોકોને બહું ખોટો સંકેત આપશે.

પ્રધાનમંત્રી મોદીએ પહેલા ધારાસભ્યો અને સાંસદોને રસી લગાવવાનો પ્રસ્તાવ ફગાવી દીધો છે. મોદીએ સ્પષ્ટ કર્યું છે કે પહેલા ચરણમાં ૩ કરોડ સ્વાસ્થ્યકર્મીઓ અને ફ્રન્ટ લાઈન વર્કર્સને રસી આપવામાં આવશે. આ ચરણમાં સંપૂર્ણ ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવશે. બીજા ચરણમાં ૫૦ વર્ષથી ઉપરના અને ગંભીર બિમારીઓથી ગ્રસ્ત લોકોને આમાં જોડવામાં આવશે. આની સંખ્યા ૨૭ કરોડ રહશે.  પ્રધાનમંત્રીએ કહૃાું કે  પહેલા ચરણના પુરા થવા સુધી અનેક રસી પણ અમારી પાસે હશે. અમે એ પછી તેના પર વિચાર કરીશું.

પ્રધાનમંત્રીએ મુખ્યમંત્રીઓને એક ખાસ સલાહ પણ આપી. પ્રધાનમંત્રીએ કહૃાું કે રસીકરણ અભિયાનમાં આ બાબતને ખાસ રીતે ધ્યાનમાં રાખવામાં આવે કે કોઈ નેતા લાઈન ન તોડે. જન પ્રતિનિધિઓને રસી ત્યારે મળે જ્યારે તેનો વારો આવે.

પ્રધાનમંત્રીએ રસીકરણ અભિયાનને લઈને તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી હતી.