સાઉથના સુપરસ્ટાર ચિરંજીવી કોરોના પોઝિટિવ

  • પોતાના સંપર્કમાં આવેલાને ટેસ્ટ કરાવવાની સલાહ આપી 

સાઉથના સુપરસ્ટાર ચિરંજીવીને કોરોના પોઝિટિવ થયો હોવાના અહેવાલ મળ્યા હતા. ચિરંજીવીએ પોતે ટ્વીટર પર આ જાહેરાત કરી હતી.
જો કે એણે પોતાના લાખો ફેન્સને ચિંતા નહીં કરવાની અને પોતે યોગ્ય સારવાર લઇ રહૃાો હોવાનું પણ કહૃાું હતું. એને કોરોના થયો એના માત્ર ૨૪ કલાક પહેલાં એ તેલંગણાના મુખ્યપ્રધાનને મળ્યો હતો.
ચિરંજીવીએ છેલ્લા પાંચ દિવસમાં પોતાના સંપર્કમાં આવ્યા હોય એવા સૌ કોઇને કોરોના ટેસ્ટ કરાવી લેવાની વિનંતી જાહેરમાં કરી હતી. એની ટ્વીટના જવાબમાં હજારો ચાહકોએ અન્ના જલદી સાજા થઇ જાઓ એવી વળતી ટ્વીટ કરી હતી. ચાહકોમાં ચિરંજીવી અન્ના તરીકે ઓળખાય છે.