સાઉથ સુપરસ્ટાર રામ ચરણ તેજાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

સાઉથની ફિલ્મોના સુપરસ્ટાર રામ ચરણ તેજાનો કોવિડ-૧૯ રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. કોરોનાથી સંક્રમિત થયા બાદ તેમણે પોતાની જાતને ક્વૉરંટાઇન કરી લીધા છે. હાલમાં જ તેમણે પોતાનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો જે પોઝીટીવ આવ્યો છે. રામ ચરણ તેજાએ સોશિયલ મિડીયા પર પોતે કોરોનાથી સંક્રમિત છે તે વાતની જાણકારી આપી હતી. રામ ચરણ તેજાએ જાતે ટ્વિટ કરીને કહૃાું કે, મારો કોવિડ-૧૯ રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. મને કોઇ લક્ષણ નથી પરંતુ મેં મારી જાતને આઇસોલેટ કરી દીધી છે. આશા છે કે હું જલ્દી જ સાજો થઇ જાઉ અને વધારે મજબૂત થઇને પરત ફરું.

ટ્વિટ કર્યા બાદ રામ ચરણે અપીલ કરી હતી કે, મારી સર્વેને અપીલ છે કે છેલ્લા થોડા દિવસમાં જે લોકો મારા સંપર્કમાં આવ્યા હોય તે લોકો પોતાનો ટેસ્ટ કરાવી લે. ક્રિસમસની ઉજવણી રામ ચરણ, તેની પત્ની ઉપાસના, અલ્લુ અર્જુન અને નિહારીકા તેમજ તેના સંબંધીઓએ એક સાથે પાર્ટી કરી હતી. તેમણે સિક્રેટ સાન્ટા વાળી ગેમ રમી હતી અને એક બીજાને ભેટ આપી હતી. રામ ચરણ અલ્લુ અર્જુને પાર્ટીની તસવીરો સોશ્યલ મિડીયા પર શૅર કરી હતી. આ પાર્ટીમાં સામેલ દરેક વ્યક્તિએ પોતાનો કોરોના ટેસ્ટ કરાવવો પડશે.