સાઉથ સ્ટાર ચિરંજીવીની પત્ની મેઘનાએ દીકરાને આપ્યો જન્મ

સાઉથના એક્ટર ચિરંજીવીની અને મેઘનના પહેલા સંતાનનો જન્મ થયો છે. સરજા પરિવારમાં હાલ ખુશીઓનો માહોલ છે. સોશિયલ મીડિયા પર બાળકની તસવીરો વાયરલ થઈ છે.
ચાર મહિના પહેલા કન્નડ એક્ટર ચિરંજીવી સરજાનું નિધન થયું હતું. તેના અવસાન વખતે પત્ની મેઘના રાજ ગર્ભવતી હતી. ચાર મહિના પહેલા મેઘનાના માથે આભ તૂટી પડ્યું હતું. પરંતુ આજે મેઘના અને આખા સરજા પરિવાર માટે ખુશીનો દિવસ છે. ગુરુવારે મેઘના અને ચિરંજીવીના દીકરાનો જન્મ થયો છે. ચિરંજીવીના ભાઈ અને એક્ટર ધ્રુવ સરજાએ સોશિયલ મીડિયા પર આ વાતની જાણકારી આપી છે. ધ્રુવ ઉપરાંત તેની પત્નીએ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી ગુડ ન્યૂઝ શેર કર્યા છે.
ધ્રુવ સરજાએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું, ’બેબી બોય. જય હનુમાન.’ તો ધ્રુવ સરજાની પત્ની પ્રેરણાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું, ’મેઘના ચિરુના દીકરાનો જન્મ થયો છે. તમારા સૌની પ્રાર્થનાઓ અને સહકાર માટે આભાર.’
તો બીજી તરફ ચિરંજીવીના પિતરાઈ ભાઈ સૂરજ સરજાએ પણ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં આ ગુડ ન્યૂઝ શેર કર્યા છે. તેણે લખ્યું, “અઢળક પ્રેમ સાથે ચિરુને પરિવારમાં આવકારીએ છીએ. તમારા સૌના પ્રેમ અને પ્રાર્થનાઓ માટે આભાર. દીકરાનો જન્મ થયો છે.